ભરુચ ગ્રામ પંચાયત ચૂંટણીઃ મહિલા પોલીસ કર્મીએ સાત મહિનાના બાળક સાથે ફરજ બજાવી

[ad_1]

ભરુચ.તા.21.ડિસેમ્બર.મંગળવાર.2021

 ભરૃચ જિલ્લાની ૪૧૩ ગ્રામ પંચાયતો માટે મતગણતરી ભરૃચ સહિત  ૯ તાલુકા મથકો પર  પરિણામ ની ઉત્સુકતા વચ્ચે શરૃ થઇ હતી. જેમાં  ભરૃચની કે.જે. પોલીટેકિનક ખાતે માતૃત્વ અને મતગણતરીમાં ફરજની ડબલ ડયુટી નિભાવતી મહિલા પોલીસ કર્મચારી જોવા મળી હતી.

એક તરફ વિવિધ ગામોમાં સરપંચ , સભ્યો પદના ઉમેદવારો , સમર્થકોનો નો જમાવડો કોલેજ બહાર  અને અંદર જોવા મળી રહ્યો હતો. મતગણતરી કેન્દ્રમાં તબક્કાવાર મતગણતરી ચાલી રહી હતી . અને મતગણતરી કેન્દ્રમાં પોલીસ કર્મચારીઓનો સ્ટાફ સુરક્ષા – બંદોબસ્ત તેમજ કાયદો વ્યવસ્થા જાળવવામાં ખડેપગે જોવા મળ્યો હતો . આ ટાણે જ ખુરશી ઉપર બેઠેલી મહિલા પોલીસ કર્મચારી તેની મતગણતરીની ફરજ સાથે ખોળામાં તેના ૫ થી ૭ મહિનાનાના બાળકને લઇ ચૂંટણીની સાથે માતૃત્વની ફરજ પણ નિભાવતી જોવા મળી હતી …              

આ દ્રશ્ય કેટલાય એવા અધિકારી કર્મચારીઓ માટે પ્રેરણારૃપ હતું જે ચૂંટણી ફરજ સોંપવામાં આવે ત્યારે નહિ જવા માટે અવનવા બહાના ઘડી કાઢે છે

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *