[ad_1]
હાઈલાઈટ્સ:
- રાજ શેખરે રવિવારે માઈક્રોબ્લોગિંગ સાઈટ ટ્વિટર પર એક ફોટો શેર કર્યો છે
- કેપ્શનમાં લખ્યું કે, મને તમારી શુભેચ્છાઓ આપો, કુકિંગમાં હાથ અજમાવી રહ્યો છું
- તસવીરમાં દેખાય છે કે ગેસનું બર્નર બંધ હાલતમાં છે અને લોકોએ તેમને ટ્રોલ કરી દીધા
રાજ શેખરે રવિવારે માઈક્રોબ્લોગિંગ સાઈટ ટ્વિટર પર એક ફોટો શેર કર્યો છે. ફોટો શેર કરતા તેઓએ મજાકિયા અંદાજમાં લખ્યું કે, મને તમારી શુભેચ્છાઓ આપો, કુકિંગમાં હાથ અજમાવી રહ્યો છું. ગૃહ મંત્રાલયના ગાઈડન્સમાં બ્રેકફાસ્ટ માટે પૌંઆ તૈયાર કરી રહ્યો છું.
આ તસવીરમાં રાજ શેખર સંપૂર્ણ રીતે તૈયાર થયેલા જોવા મળી રહ્યા છે. તેઓએ ચેક્સ બ્લેઝર અને અંદર હળવા ગુલાબી રંગની ટી શર્ટ પહેરી છે. કડાઈમાં પૌંઆ છે. તેને તેઓ વુડન ચમચાથી મિક્સ કરી રહ્યા છે. તેમના કાનમાં એરપોર્ડ પણ જોવા મળી રહ્યા છે. આ દરમિયાન કડાઈની નીચે ગેસનું બર્નર સળગેલું નહીં પણ બંધ હાલતમાં જોવા મળી રહ્યું છે.
શિવસેનાના સાંસદ પ્રિયંકા ચુતર્વેદીએ આમાં મોંઘવારીનો એન્ગલ જોડી દીધો હતો. તેઓએ કટાક્ષ કરતા લખ્યું કે, સરકારે કુકિંગ ગેસને લોકોની પહોંચથી દૂર કરી દીધો છે. કિંમતો એ રીતે વધી ગઈ છે કે એના વગર પણ જમવાનું બનાવવાનું સંભવ થઈ રહ્યું છે. જમવાનું બનાવવા માટે ગરમી સ્ટવના બદલે સામૂહિક ગુસ્સામાંથી નીકળી રહી છે. સરકારને આ સંદેશ આપવા માટે આભાર.
કાનપુર કમિશનરની આ તસવીર પર પ્રિયંકા ચતુર્વેદી સિવાય પણ તમામ લોકોએ પ્રતિક્રિયા આપી છે. એક યૂઝરે લખ્યું કે, આ માસ્ટરસ્ટ્રોક છે. આનાથી ગ્લોબલ વોર્મિંગ અડધી થઈ જશે. આ આઈડિયાની સંયુક્ત રાષ્ટ્ર પણ પ્રશંસા કરશે. તો એક યૂઝરે લખ્યું કે, સૂટ બૂટ પહેરીને કોણ ખાવાનું બનાવે છે? આમ તો જમવાનું બનાવવા માટે ગેસ સળગાવવાની જરૂર પડે છે. અનેક યૂઝર્સે પણ તેમના પક્ષમાં ટ્વિટ કર્યુ છે.
પચમઢીના મેદાનોમાં બરફની ચાદર, તળાવો પર જામ્યો બરફ
[ad_2]
Source link
Leave a Reply