પ્રાથમિક સુવિધાના કામ માટે ભંડોળ નથી આમછતાં અમદાવાદ મ્યુનિ.તંત્રના હોદ્દેદારો-અધિકારીઓની સુવિધા માટે કરોડોનો ખર્ચ

[ad_1]


અમદાવાદ,શુક્રવાર,17
ડીસેમ્બર,2021

અમદાવાદ શહેરના ગત ચોમાસાની મોસમમાં ખરાબ થઈ ગયેલા રસ્તા
રીસરફેસ કરવા મ્યુનિસિપલ તંત્ર પાસે ભંડોળ નથી.ભંડોળના અભાવે નાગરિકોની રોજબરોજની
રોડ
,ગટર અને
પાણી સહિતની સમસ્યાનો પણ સમયસર નિકાલ થઈ શકતો નથી.બીજી તરફ મેયર સહિતના પાંચ
હોદ્દેદારો અને અધિકારીઓને ૧૯ લાખની કીંમતની ઈનોવા કાર અને વિવિધ કમિટીઓના
ચેરમેન-ડેપ્યુટી ચેરમેનોને ૧૧ લાખની કીંમતની મારૃતી અર્ટીગા કાર ડ્રાઈવર સાથે
આપવામાં આવી છે.આ ઉપરાંત  મોબાઈલ ફોન
,માસિક ભથ્થા
ઉપરાંત કોર્પોરેટર દીઠ મળતા વાર્ષિક ૩૩ લાખના બજેટ તેમજ સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન
અને અન્ય કમિટીના ચેરમેનોને વાર્ષિક દસ લાખના ખાસ બજેટની ફાળવણી કરી
મ્યુનિ.તિજોરીમાંથી કરોડોનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે.

અમદાવાદ શહેર માટે વર્ષ-૨૦૨૦-૨૧ માટે મ્યુનિસિપલ કમિશનર
દ્વારા ૭૪૭૫ કરોડનું ડ્રાફટ બજેટ રજુ કરવામાં આવ્યુ હતું.કમિશનરે મુકેલા ડ્રાફટ
બજેટમાં સ્ટેન્ડીંગ કમિટીએ ૫૭૬ કરોડનો વધારો કરતા કુલ ૮૦૫૧ કરોડના બજેટને આ વર્ષના
આરંભે મંજુરી આપવામાં આવી હતી.અમદાવાદના ૪૮ વોર્ડમાંથી ચૂંટાયેલા ભાજપ
,કોંગ્રેસ ઉપરાંત
એમ.આઈ.એમ. તથા એક અપક્ષ એમ કુલ મળીને ૧૯૨ કોર્પોરેટરોને વાર્ષિક ૩૩ લાખ રુપિયા
તેમના વોર્ડમાં રોડ
,ગટર,પાણી,પથ્થર પેવિંગ,ગાર્ડન સહિતની
સુવિધા પુરી પાડવા માટે ફાળવવામાં આવેલા છે.

સત્તાધીશોએ મ્યુનિસિપલ કોર્પોરેશન આર્થિક સંકડામણમાં હોવાનો
સ્વીકાર કર્યો છે.આ સ્વીકાર છતાં મ્યુનિ.હોદ્દેદારો
,ચેરમેન,ડેપ્યુટી
ચેરમેન  કે મ્યુનિ.ના અધિકારીઓ તેમને મળતી સવલતો
કે કરવામાં આવી રહેલા ખર્ચમાં ઘટાડો કરવા તંત્રના અધિકારીઓ કે સત્તાધારી પક્ષ તરફથી
કોઈ વિચારણા કે પહેલ પણ શરુ કરવામાં આવી નથી.આ તમામને વૈભવી કાર ઉપરાંત એરકન્ડીશન ચેમ્બરો
આપવામાં આવી છે.જેનુ વીજ બીલ પણ દર મહિને ૧૮ કરોડથી વધુ આવી રહ્યુ છે. અધધ કહી શકાય
એવા ખર્ચ સામે  સ્માર્ટ સિટીનો ટેગ ધરાવતા અમદાવાદ
શહેરના નાગરિકોની રોજબરોજની સમસ્યા કે ફરિયાદોનો સમયસર નિકાલ ના થવા પાછળ પુરતુ ભંડોળ
ના હોવાનું કહેવાય છે.

૧૦થી ૬ સુધીની  ફિકસ
નોકરીવાળાને પણ મોંઘીદાટ કાર અપાઈ

મેયર ઉપરાંત ડેપ્યુટી મેયર,સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન, પક્ષ નેતા,દંડક અને
વિપક્ષ નેતા તેમજ મ્યુનિ.ના ડેપ્યુટી કમિશનરો માટે ૧૯ લાખની કીંમતની એક એવી ઈનોવા
કાર ખરીદવામાં આવતા મ્યુનિસિપલ સેક્રેટરી અને ચીફ ઓડીટર દ્વારા પણ ઈનોવા કાર
માંગવામાં આવતા તેમને પણ ડ્રાઈવર સાથે ઈનોવા કાર અપાઈ છે.૧૦થી ૬ સુધીની ફિકસ
નોકરીવાળાને પણ મોંઘી દાટ કાર અપાતા મ્યુનિ.વર્તુળોમાં આ બાબત ચર્ચાનો વિષય બનવા
પામી છે.

કોર્પોરેટરોને મળતી સુવિધાઓ કઈ-કઈ?

અમદાવાદ શહેરના ૪૮ વોર્ડમાંથી ૧૯૨ કોર્પોરેટર ચૂંટાયા
છે.ભાજપના ૧૬૦
, કોંગ્રેસના
૨૪
,એમ.આઈ.એમ.ના ૭
અને એક અપક્ષ કોર્પોરેટર છે.આ તમામને વર્ષ દીઠ તેમના વોર્ડમાં પ્રાથમિક સુવિધાના
કામ કરાવવા માટે કોર્પોરેટર દીઠ ૩૩ લાખ રુપિયાનું બજેટ ફાળવવામાં આવે છે.ઉપરાંત
કોર્પોરેટર દીઠ મોબાઈલ ફોન લેવા માટે ૧૨ હજાર રુપિયા રોકડમાં આપવામાં આવ્યા
છે.પ્રત્યેક કોર્પોરેટરને દર મહિને ૧૫ હજાર રુપિયા માસિક ભથ્થુ આપવામાં આવે
છે.ઉપરાંત એ.એમ.ટી.એસ. બસમાં વિનામુલ્યે મુસાફરી કરવા માટે પાસ પણ આપવામાં આવ્યા
છે.

સ્ટેન્ડીંગ ચેરમેન-કમિટીઓના ચેરમેન માટે સ્પેશિયલ બજેટ

મ્યુનિસિપલ સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન ઉપરાંત ૧૧ જેટલી
વિવિધ કમિટીઓના ચેરમેન અને ડેપ્યુટી ચેરમેનને તેમને મળતા કોર્પોરેટર તરીકેના
વાર્ષિક ૩૩ લાખના બજેટ ઉપરાંત સ્પેશિયલ બજેટ પણ ફાળવવામાં આવ્યા છે.સ્ટેન્ડિંગ
કમિટીના ચેરમેનને વીસ લાખનું સ્પેશિયલ બજેટ તથા વિવિધ કમિટીઓના ચેરમેન-ડેપ્યુટી
ચેરમેનને દસ-દસ લાખ સુધીના સ્પેશિયલ બજેટની ફાળવણી કરવામાં આવી છે.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *