[ad_1]
પત્ની સાથે અત્યાચારની ત્રણ પોલીસ ફરિયાદ
જીમમાં નોકરી કરતા પતિએ અનેક સ્ત્રી સાથે સંબંધ હોવાથી પત્નીને ત્રાસ : પતિના ધંધા માટે દહેજ માગ્યું
અમદાવાદ : પતિ અને સાસરિયા ત્રાસ આપતા હોવાની ત્રણ ફરિયાદો નોંધાઈ છે. ડીપીએસના શિક્ષિકાને પુત્રીનો જન્મ થયા પછી કાઢી મુકાયા હતા. જીમમાં નોકરી કરતા પતિએ અનેક સ્ત્રી સાથે સંબંધ હોવાથી ત્રાસ આપીને અને ત્રીજા કિસ્સામાં ધંધા માટે દહેજ માગી ત્રાસ અપાયાની ફરિયાદ નોંધાઈ છે. હાલ મોટેરામાં રહેતા રીચાબહેન અભિષેકભાઈ દીક્ષિત ગાંધીનગર ડીપીએસમાં શિક્ષિકા છે.
વર્ષ 2018માં અભિષેક દીક્ષિત સાથે લગ્ન થયા તેના બીજા દિવસથી પતિ ઝઘડો કરવા લાગ્યા હતા. અલગ રહેવા ગયા પછી સાસરિયા ચઢમણી કરી પતિ પાસે માર ખવડાવતા હતા અને ફોન કરી ત્રાસ આપતા હતા. પતિ વારંવાર કાઢી મુકતા હતા. દિકરીનો જન્મ થયા પછી સાસરિયાએ ત્રાસ આપ્યો હતો અને માર્ચ 2020માં ઘરમાંથી કાઢી મુક્યા હતા.
નવરાત્રીમાં કન્યાપૂજન માટે બોલાવ્યા પછી કાઢી મુકી હતી. દહેજમાં ગાડી અને પૈસા માગી ત્રાસ અપાતો હોવા અંગેની ફરિયાદ સોલા પોલીસમાં નોંધાઈ છે. મુળ રાજકોટના જ્યોત્સનાબહેનના લગ્ન વાસણામાં રહેતા નિલેશભાઈ દાફડા સાથે થયા હતા. મેમનગર ખાતેના જીમમાં નોકરી કરતા પતિ નિલેશભાઈ અને સાસરિયા લગ્નના એક મહિના પછીથી દહેજ માગી મહેણા મારતા હતા.
સાસરિયાએ કાઢી મુકતા વાસણામાં જુદા રહેતા જ્યોત્સનાબહેનના પતિ ઝઘડો કરી પરેશાન કરતા હતા. પતિ નિલેશને અલગ અલગ સ્ત્રીઓ સાથે પ્રેમસંબંધ હોવાથી પગાર બહાર વાપરી નાંખતા હતા. તા. 21 ડીસેમ્બરે ફોનમાં કોઈ સ્ત્રીના મેસેજ બાબતે પૂછતાં પતિએ માર મારતા રાજકોટમાં પિયર જતા રહેલા જ્યોત્સનાબહેને વાસણા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
સરખેજમાં રહેતા વૈશાલીબહેન પરમારે પતિ આકાશભાઈ અને સાસરિયા સામે ફરિયાદ નોંધાવી છે. પતિ અને સાસરિયા ગાડી લેવા તેમજ પતિને ધંધો શરૂ કરવા દુકાન લેવા ત્રાસ આપતા હતા. તા. 25 ડીસેમ્બરે પૈસા માગ્યા પછી માર મારી પતિએ 15 લાખ લીધા વગર ભાવનગર સાસરીમાં પરત આવશે તો જીવતી સળગાવવા ધમકી આપ્યાની ફરિયાદ સરખેજ પોલીસમાં નોંધાવાઈ છે.
[ad_2]
Source link