[ad_1]
– જાનૈયાઓએ કારમાં લાત મારતા ડેપ્યુટી મેયર પુત્ર ઠપકો આપવા ઉતરતા જાનૈયા તૂટી પડયા, 45 મિનીટ સુધી ટ્રાફિક જામ રહ્યો
– પુત્ર આકર્ષ શાહે પિતાને જાણ કરતા નિરવ શાહ પણ દોડી આવ્યા, પોલીસને જાણ કરાયા બાદ પોલીસ કાફલો હોટલ રોયલ ડાઇન હોલમં ઘૂસી જતા જાનૈયાઓમાં ફફડાટ ફેલાયો
સુરત
પાલ આરટીઓ સામે રાજહંસ એલિટાની બહાર સર્વિસ રોડ પરથી પસાર થઇ રહેલી જાનને પગલે ટ્રાફિકજામ થતા સત્તાના મદમાં ઠપકો આપવા જનાર શહેરના માજી ડેપ્યુટી મેયર નિરવ શાહના પુત્રને જાનૈયાઓ માર મારતા ભારે હોબાળો મચી ગયો હતો. મામલો પોલીસમાં પહોંચતા હોટલ રોયલ ડાઇનમાં ચાલી રહેલા લગ્નપ્રસંગમાં રાજકીય દબાવ હેઠળ પોલીસ ઘુસી જતા જાનૈયાઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો. જો કે વડીલો અને રાજકીય દબાણ હેઠળ બંને પક્ષે સમાધાન થઇ જતા મામલો રાત્રે બે વાગ્યે થાળે પડયો હતો.
પાલ આરટીઓ સામે રાજહંસ એલિટામાં રહેતા શહેરના માજી ડેપ્યુટી મેયર નિરવ શાહનો પુત્ર આકર્ષ શાહ ગત રાત્રે 9.30 વાગ્યે રહેણાંક કોમ્પ્લેક્ષની બહાર સર્વિસ રોડ પરથી ક્રેટા કાર લઇ પસાર થઇ રહ્યો હતો. સર્વિસ રોડ પરથી અડાજણ વિસ્તારમાં રહેતા નાવડીવાલા પરિવારના પુત્રની જાન હોટલ રોયલ ડાઇન હોટલમાં જઇ રહી હતી. જાનૈયાઓ નાચગાન કરી રહ્યા હોવાથી રસ્તામાં ટ્રાફિક જામ હતો. કાર અને બાઇક સહિતના વાહનોને જવા માટે નાચગાન કરી રહેલા લોકોને જાનૈયાઓએ સાઇડ કરી વાહનો જવા દીધા હતા. પરંતુ આ અરસામાં જાનૈયાઓના મત મુજબ આકર્ષ શાહે અચાનક બ્રેક મારતા પાછળ આવી રહેલી બાઇક કાર સાથે અથડાય હતી. જયારે આકર્ષના મત મુજબ જાનૈયાઓએ કારને લાત મારી હતી જેથી લાત કેમ મારી એમ કહેતા તેઓ વચ્ચે તુંતું-મૈમૈ થઇ અને મામલો મારા મારી સુધી પહોંચી ગયો હતો. પાંચથી સાત જાનૈયાઓએ કારમાંથી ઉતરેલા આકર્ષને ગળું દબાવી અને બોનેટ પર સુવડાવીને ઢોર માર માર્યો હતો. આકર્ષે પિતા નિરવ શાહને જાણ કરતા તેઓ દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરી હતી. જેથી ઘસી આવેલી પોલીસે રાજકીય દબાવમાં આવી હોટલ રોયલ ડાઇનમાં ચાલી રહેલા લગ્ન પ્રસંગમાં ઘુસી જઇ આકર્ષને માર મારનારને ડિટેઇન કરવાની કાર્યવાહી કરી હતી. જેને પગલે જાનૈયાઓમાં હોબાળો મચી જવાની સાથે ફફડાટ વ્યાપી ગયો હતો અને આ અંગેનો વિડીયો પણ ગઇ કાલ રાતથી સોશ્યિલ મિડીયામાં વાયરલ થયો હતો. પોલીસે એક યુવાનને ઉંચકીને પોલીસ સ્ટેશન લઇ આવી પૂછપરછ શરૂ કરી બીજાને પણ ઉંચકી લાવી હતી. રાજકીય દબાવ હેઠળ તુરંત જ એક્શનમાં આવેલી પોલીસના વલણને પગલે નાવડીવાલા પરિવારમાં ભારે રોષ જોવા મળ્યો હતો. રાત્રે 9.30 વાગ્યાથી શરૂ થયેલી માથાકૂટ રાત્રે 2 વાગ્યા સુધી ચાલી હતી અને છેવટે રાજકીય દબાણ અને વડીલોની સમજાવટને પગલે જાનૈયાઓએ ભુલ સ્વીકારી માફીનામું લખી આપતા બંને પક્ષકાર વચ્ચે સમાધાન થયું હતું.
[ad_2]
Source link
Leave a Reply