[ad_1]
પાલનપુર,તા.29
પાલનપુરની જી.ડી. મોદી કોલેજ વિદ્યાર્થીઓ માટે ડ્રેસ
ફરજીયાત હોવા છતાં કેટલાક વિદ્યાર્થીઓ યુનિફોર્મ વિના કોલેજમાં આવતા વિદ્યાર્થીઓને
ગેટ બહાર જ અટકાવી દેવામાં આવ્યા હતા. જેને કારણે રોષે ભરાયેલા વિદ્યાર્થીઓએ
કોલેજમાં હોબાળો મચાવ્યો હતો. અને કોરોનાના કારણે યુનિફોર્મ સીવડાવ્યો ન હોવાથી
અને યુનિફોર્મનો કલર બદલાવવા વિદ્યાર્થીઓએ રજૂઆત કરી હતી.
પાલનપુરની જી.ડી.મોદી
કોલેજ દ્વારા કોલેજમાં વિદ્યાર્થીઓનું હિત જળવાઈ રહે તેમજ વિદ્યાર્થીઓને
ઓળખી શકાય, કોઈ
અનિશ્ચનિય બનાવ ન બને તેમજ અસામાજિક તત્વો કોલેજમાં આવતા અટકે તે માટે કોલેજ દ્વારા વિદ્યાર્થીઓ માટે ડ્રેસ
કોડ રાખવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓને ફરજિયાત યુનિફોર્મ પહેરી કોલેજમાં આવવા માટે
સૂચના આપવામાં આવી હોવા છતાં સોમવારે કેટલાક વિદ્યાર્થીઓ યુનિફોર્મ પહેર્યા વિના
કોલેજમાં આવતા કોલેજ સંચાલકો દ્વારા આ વિદ્યાર્થીઓને ગેટ બહાર રોકવામાં આવ્યા હતા.
જેને લઈ વિદ્યાર્થીઓએ કોલેજના ગેટ બહાર હોબાળો મચાવ્યો હતો. યુનિફોર્મમાં આવેલ
વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે,
કોરોના કાળના સમયે યુનિફોર્મ સિવડાવવામાં આવ્યા ન હતા અને ડ્રેસનો કલર
બદલવામાં આવે તેવી વિદ્યાર્થીઓએ માંગ કરી હતી. કોલેજમાં યુનિફોર્મ પહેરીને આવવા
માટે કોલેજ સંચાલકો દ્વારા વારંવાર વિદ્યાર્થીઓને સૂચના આપવામાં આવી છે. તેમછતાં
વિદ્યાર્થીઓ દ્વારા યુનિફોર્મ પહેર્યા વિના આવતા મામલો બિચક્યો હતો.
[ad_2]
Source link
Leave a Reply