[ad_1]
– રેમ્બો છરો વડે હુમલો કરતા મિત્ર બચાવવા વચ્ચે પડયો, મિત્રને છરાના ઉપરાછાપરી ઘા ઝીંકયા, જયારે ભાઇના માથામાં કડછાના ઘા ઝીંકયા
(પ્રતિનિધિ દ્વારા) સુરત, રવિવાર
પાંડેસરા વિસ્તારમાં બહેનને મેસેજ કરનારને ઠપકો આપતા થયેલા ઝઘડાની અદાવતમાં બે માથાભારે યુવાનોએ ભાઇ સહિત બે જણા પર રેમ્બો છરો અને કડછા વડે હુમલો કરી માથું છુંદી નાંખી હત્યા કરતા સ્થાનિક વિસ્તારમાં ફફડાટ વ્યાપી ગયો છે.
પાંડેસરા તેરેનામ રોડ સ્થિત ગાયત્રીનગરમાં રહેતાં પ્રવિણ ઉર્ફે મારવાડી બાબુભાઇ સોલંકીની બહેનને છેલ્લા કેટલાક સમયથી જયજવાન સોસાયટીમાં રહેતો કિશનસિંગ મનોજસિંગ નામનો માથાભારે યુવાન મેસેજ કરી કનડગત કરતો હતો. જેથી પ્રવિણે કિશનને ઠપકો આપતા તેઓ વચ્ચે ઝઘડો થયો હતો. આ ઝઘડાની અદાવતમાં ગત રાત્રે તેઓ સમાધાન માટે પાંડેસરાની જયજવાન સોસાયટીની અન્નપૂર્ણા રેસ્ટોરન્ટ પાસે મળ્યા હતા. જયાં અનુરાગ ઉર્ફે બંટી શુક્લા, શિવશંકર ઉર્ફે ભોલા જયસ્વાલ, પ્રવિણ મારવાડી, આશુતોષ પાઠક, અરવિંદ ઉર્ફે બંટી રાય, વિગેરે ભેગા થયા હતા. જયાં કિશનસિંગ તેનો મિત્ર વિશાલ બાઇક પર આવ્યા હતા અને પ્રવિણ સાથે વાતચીત કરી રહ્યા હતા. આ દરમિયાન બંને વચ્ચે પુનઃ બોલાચાલી થતા શિવશંકરે તેમને છુટા પાડવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ કિશનસીંગે રેમ્પો છરો કાઢી પ્રવિણસીંગ પર હુમલો કર્યો હતો. જેથી શિવશંકર બચાવવા વચ્ચે પડતા કિશને તેને ઉપરાછાપરી પેટ, છાતી અને પીઠના ભાગે ઘા ઝીંકી દીધા હતા. જયારે વિશાલ નજીકમાં ચાઇનીસની લારી પરથી કડછો લઇ આવી પ્રવિણના માથામાં ઉપરાછાપરી ઘા ઝીંકી દઇ માથું છુંદી નાંખ્યું હતું. ઘટનાને પગલે સ્થાનિક વિસ્તારમાં ફફડાટ વ્યાપી ગયો હતો. ઇજાગ્રસ્ત બંને મિત્રોને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. પરંતુ બંનેનું એક પછી એક મોત થતા પાંડેસરા પોલીસે હત્યાનો ગુનો નોંધી કિશન અને તેના મિત્ર વિશાલની શોધખોળ હાથ ધરી છે.
[ad_2]
Source link
Leave a Reply