[ad_1]
વડોદરા, તા. 31 ડિસેમ્બર
વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના ખંધા ગામની પરણિત મહિલાની 498ની ફરિયાદ મામલે ગઈકાલે કરજણ પોલીસે શહેરના ધારાશાસ્ત્રી નિરજ જૈનની ઓફિસમાં ઘૂસી ધમકી આપવા અંગેનો બનાવ સામે આવ્યો છે. ધારાશાસ્ત્રી એ આ મામલે ઉચ્ચ પોલીસ અધિકારીઓને રજૂઆત કરવાની સાથે ગુજરાત હાઇકોર્ટમાં ઘા નાખવાનું પણ જણાવ્યું છે. વધુમાં ધારાશાસ્ત્રીએ નારાજગી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે આ પ્રકારના પોલીસ કર્મચારીઓને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવે કારણ કે તેમની આવી હરકતોથી સમગ્ર પોલીસ તંત્ર બદનામ થાય છે.
કરજણ તાલુકાના ખંધા ગામમાં ગોસાઇ પરીવાર રહે છે . પરીવારની દિકરીએ એક પઢિયાર જાતીના યુવક સાથે પ્રેમલગ્ન કર્યા હતા. લગ્નના થોડા દિવસો પછી પઢિયાર યુવકે આ દિકરી સાથે મારઝૂડ કંકાસ ઝઘડા શરૂ કરી દીધા હતા. દિકરીએ પિતાને ઇશારાથી મદદ માટે બોલાવતા આ પઢિયાર યુવાને એ રીતે દેખાવ કર્યો જાણે સસરા જમાઇને ખેચી જતા હોય. આ પઢિયાર યુવાનના એક સગા કરજણના મિયાગામ બિટના પ્રવિણસિંહના મિત્ર હોય પ્રવિણસિંહે અપહરણની અરજી નોંધી હતી છે. અને આ ગોસાઇ પરિવાર વિરુદ્ધ અપહરણની ફરિયાદ બાદ પીડિતાની માતા કાકી અને બહેનને કસ્ટડીમાં બેસાડી દીધી હતી. સુપ્રીમ કોર્ટના નિયમ મુજબ 498ની ફરિયાદ ગમે ત્યાંથી નોંધાવી શકાય પરંતુ ફરિયાદ ન નોંધતા તે દિકરી વડોદરા મકરપુરા ખાતે સગાં ને ત્યાં આવી હતી. અને મકરપુરા પોલીસ મથકે ફરિયાદ કરવા જતાં મકરપુરા પોલીસ અધિકારીએ કરજણ ફરિયાદ નોંધાવવા જણાવતા વિવાદ થયો હતો જેથી પીડિતા તેના સગા સાથે ધારાશાસ્ત્રી નિરજ જૈનને મળવા ઓફીસે પહોંચ્યા હતા. તે સમયે કરજણ પોલીસ પણ દોડી આવી એડવોકેટ નિરજ જૈનની ઓફિસમાં ઘૂસી મહિલા કોન્સ્ટેબલ વિના અને એક અસીલ અને વકીલ વચ્ચે થતી વાતચીત વચ્ચે રોકી એડવોકેટ ને અપહરણની મદદગારીમા કલમ 114 હેઠળ સંડોવી દેવાની ધમકી આપી હતી . જોકે આ બનાવ અંગે ઉચ્ચ અધિકારીના નિરીક્ષણ બાદ સમગ્ર હકીકત પ્રકાશમાં આવશે.
[ad_2]
Source link