[ad_1]
રેસિડેન્ટ ડોક્ટરોની હડતાળ પૂર્ણ પણ વિરોધ ચાલુ
રેસિડેન્ટ ડોક્ટરોની હડતાળને પગલે બી. જે. મેડિકલ દ્વારા બીજી સુધીનું અધ્યાપકોનું વેકેશન રદ કરાયુ
અમદાવાદ : પીજી મેડિકલ કાઉન્સેલિંગ સ્થગિત થવા મુદ્દે આજે રેસિડેન્ટ ડોક્ટરોએ ઓપીડી સેવા બંધ રાખી હડતાળ પાડી હતી.જો કે રેસિડેન્ટ ડોક્ટરોએ હવે આગળ હડતાળ ચાલુ નહી રાખવા જાહેરાત કરી છે પરંતુ જ્યાં સુધી નિર્ણય ન આ વે ત્યાં સુધી કાળી પટ્ટી ધારણ કરી કામગીરી કરવા સાથે વિરોધ ચાલુ રાખવાનો નિર્ણય લેવાયો છે.
બીજી બાજુ પગાર-બઢતી સહિતના પડતર પ્રશ્નો મુદ્દે સરકારે પોતાના જ ઠરાવનો અમલનહી કરતા અને ઉલટાનું અધ્યાપકો પાસેથી રીકવરી કાઢવામા આવતા આજે રાજ્યની તમામ સરકારી અને જીએમઈઆરએસ મેડિકલ કોલેજોના તેમજ ડેન્ટલ કોલેજોના અધ્યાપકોએ ધરણા કર્યા હતા.
ગુજરાત મેડિકલ ટીચર્સ એસોસિએશનના નેજા હેઠળ આજથી મેડિકલ અધ્યાપકો દ્વારા સરકાર સામે આંદોલન શરૂ કરવામા આવ્યુ છે. રાજ્યની તમામ સરકારી મેડિકલ કોલેજો તેમજ જીએમઈઆરએસ મેડિકલ કોલેજોના અધ્યાપકો અને ડોક્ટરોએ તેમજ પીએચસી-સીએચસી સેન્ટરોના કલાસ-2 અધિકારીઓએ આજે સવારે ધરણા યોજ્યા હતા.
રાજ્યની સૌથી મોટી અને જુની સરકારી મેડિકલ કોલેજ એવી બી.જે.મેડિકલ કોલેજ ખાતે આજે મોટી સંખ્યામાં તબીબી શિક્ષકો તેમજ ડોક્ટરો એકઠા થયા હતા અને ધરણા કર્યા હતી તેમજ કાળી પટ્ટી પહેરી વિરોધ કર્યો હતો.આવતીકાલે કોલેજ ખાતે રેલી યોજવામા આવશે અને આગળ પણ આંદોલન ચાલુ રાખવામા આવશે.
4થી ડિસેમ્બરે રાજ્યની તમામ મેડિકલ કોલેજોમાં વિશાળ રેલી યોજવામા આવશે.મેડિકલ ટીચર્સ એસોસિએશનની ફરિયાદ છે કે સરકારે ગત મેમાં પગાર બાબતે ઠરાવ કર્યો હતો. જે મુજબ કેન્દ્ર સરકારના 2017ના નોટિફિકેશનનો અમલ કરતા 1-1-2017થી નવુ પગાર ધોરણ આપવાનુ હતુ અને 20 ટકાની સીલિંગ કેપ રાખવાની જોગવાઈ હતી.
સરકારે આ ઠરાવનો અમલ હજુ સુધી કર્યો નથી અને ઉલટાનું રાજ્ય સરકારના નાણા વિભાગ દ્વારા અધ્યાપકો પાસેથી રીકવરી કાઢવામા આવી છે.ટીચર્સ એસોસિએશન દ્વારા આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારી તેમજ નાણા વિભાગના અધિકારી સામે ભારે રોષ વ્યક્ત કરાયો છે.કારણકે પગાર ધોરણ સુધારીને વધારો આપવાને બદલે જે એરિયર્સ અપાયુ હતુ તે પણ રીકવરી કરવાનો આદેશ કરાયો છે.
ઘણા સીનિયર તબીબી શિક્ષકોને 80થી90 હજાર રૂપિયા સરકારને પાછા આપવા પડે તેવી સ્થિતિ ઉભી થઈ છે.મહત્વનું છે કે રેસિડેન્ટ ડોક્ટરો દ્વારા હડતાળની જાહેરાત કરતા બી.જે.મેડિકલ કોલેજ દ્વારા 2જી ડિસેમ્બર સુધી જે તમામ ડોક્ટરો-અધ્યાપકોને દિવાળી વેકેશન અપાયુ હતુ તે રદ કરાયુ છે અને હાજર થવાનો આદેશ કરવામા આવ્યો છે.
[ad_2]
Source link
Leave a Reply