નવા વર્ષની શુભ શરુઆત: કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં રુ. 102નો ઘટાડો – new year gift from indian oil price of commercial lpg cylinder slashed by rs 102

[ad_1]

હાઈલાઈટ્સ:

  • નવા વર્ષના પ્રથમ દિવસે વેપારીઓને મળ્યા એક રાહતના સમાચાર.
  • કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં 102 રુપિયાનો ઘટાડો થયો.
  • નોંધનીય છે કે ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમતમાં નથી થયો ઘટાડો.

નવા વર્ષની શરુઆતમાં પેટ્રોલિયમ માર્કેટિંગ કંપની ઈન્ડિયન ઓઈલે એક ખુશ કરનારા સમાચાર આપ્યા છે. ઈન્ડિયન ઓઈલે કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં 102.50 રુપિયાનો ઘટાડો કર્યો છે. 19 કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં થયેલો આ ઘટાડો આજે એટલે કે પહેલી જાન્યુઆરી 2022ના રોજથી અમલમાં મૂકાશે. ન્યુઝ એજન્સી એએનઆઈના જણાવ્યા અનુસાર, રાજધાની દિલ્હીમાં 19 કિલોના આ સિલિન્ડરનો ભાવ 1998.50 રુપિયા થઈ જશે.

નવા વર્ષના પહેલા જ દિવસે આ જાહેરાત થવાને કારણે રેસ્ટોરાં, ઈટરી, ચાની કેટલી વગેરેના માલિકોને ચોક્કસપણે રાહત થશે. નોંધનીય છે કે કોમર્શિયલ એલપીજી સિલિન્ડરનો ઉપયોગ મોટાભાગે ખાણીપીણીના વ્યવસાય સાથે સંકળાયેલા લોકો કરતા હોય છે. પહેલી ડિસેમ્બર, 2021ના રોજ 19 કિલોના આ સિલિન્ડરની કિંમતમાં 100 રુપિયા વધારો કરવામાં આવ્યો હતો. આ વધારા પછી એક સિલિન્ડરની કિંમત 2101 રુપિયા થઈ ગઈ હતી. જે વર્ષ 2012-13માં થયેલા ભાવવધારા પછી સૌથી વધારે કિંમત હતી. વર્ષ 2012-13માં એક સિલિન્ડરની કિંમત 2200 રુપિયા પ્રતિ સિલિન્ડર થઈ ગઈ હતી.

ઝુનઝુનવાલાનું રોકાણ ધરાવતી આ કંપનીના શેરમાં 2022માં મોટા ઉછાળાનો અંદાજ
ઉલ્લેખનીય છે કે ભાવમાં ઘટાડો માટે કોમર્શિયલ સિલિન્ડર માટે જ કરવામાં આવ્યો છે. 14.2 કિલો, 5 કિલો, 10 કિલોના ઘરેલુ ઉપયોગમાં લેવામાં આવતા સિલિન્ડરની કિંમતમાં કોઈ બદલાવ કરવામાં નથી આવ્યો. ગત વર્ષે ઓક્ટોબર મહિનામાં ડોમેસ્ટિક એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો.

2021માં કમાણીમાં કોણ આગળ રહ્યું? મુકેશ અંબાણી કે પછી ગૌતમ અદાણી?
જો તમે તમારા શહેરના એલપીજી ગેસ સિલિન્ડરનો ભાવ જાણવા માંગો છો તો, ઈન્ડિયન ઓઈલની ઓફિશિયલ વેબસાઈટ પર જઈને માહિતી મેળવી શકો છો. આ માટે તમારે IOCLની વેબસાઈટ પર જવાનું રહેશે. અહીં તમે રાજ્ય, જિલ્લો અને ડિસ્ટ્રિબ્યૂટર સિલેક્ટર કરીને સર્ચ બટન પર ક્લિક કરશો તો ગેસ સિલિન્ડરની કિંમતોની યાદી તમને મળી જશે.

[ad_2]

Source link