[ad_1]
– 3 જાન્યુઆરીએ યોજાશે ખગોળીય ઘટના
– આતશબાજીમાં રોમાંચક દ્રશ્યો નિહાળવા ખગોળ પ્રેમીઓમાં ઉત્સાહ
જાન્યુઆરી ૧ થી ૪ – ચાર દિવસ સુધી આકાશમાં ક્વોડરેન્ટીડ્સ ઉલ્કા વર્ષા પડતી જોવા મળશે. તા.૩ અને ૪ના રોજ આકાશમાં રીતસર ઉલ્કાવર્ષાનો વરસાદ જોવા મળશે. કલાકના ૧૫ થી ૧૦૦ અને વધુમાં વધુ એક્સો ઉલ્કા વર્ષા આતશબાજી રોમાંચક દ્રશ્યો આકાશમાં સર્જાશે. વધુમાં ક્વોડરેન્ટીડ્સ ઉલ્કા વર્ષાની મહત્તમ ચાર દિવસ મધ્યરાત્રિથી પરોઢ સુધી આકાશમાં જોવા મળશે. નરી આંખે નિર્જન જગ્યાએથી સ્પષ્ટ રીતે જોઇ શકાય છે. ઉલ્કા વર્ષા વર્ષ દરમિયાન ૧૦ થી ૧૨ વખત અને વધુમાં વધુ ૫ વખત આકાશમાં જોવા મળે છે. આ ઉલ્કાવર્ષાઓ પાછલ ધૂમકેતુઓ કારણભુત છે. સૌરમંડળમાં એવા પણ ધૂમકેતુઓ છે કે જે પોતાના સૂર્ય ફરતેના ભ્રમણ દરમિયાન પૃથ્વીની ભ્રમણકક્ષાને કાપે છે. આ ધૂમકેતુઓનું સતત વિસર્જન થતું રહેતું હોય છે અને તેમાંથી વિસર્જીત થયેલ પર્દાફાશ ધૂમકેતુની દિશા જાળવી રાખે છે. આ રીતે જોઇએ તો દરેક ધૂમકેતુ પાછળ વિસર્જીત પદાર્થોનો શેરડો છોડતો જાય છે. જ્યારે પૃથ્વી પર આ વિસર્જીત પદાર્થોની વચ્ચેથી પસાર થાય છે ત્યારે સાપેક્ષ વેગના કારણે આ ટુકડાઓ પ્રચંડ વેગે પૃથ્વીના વાતારવણમાં પ્રવેશે છે. આવા સમયે તેમનો મહત્તમ વેગ સેકન્ડના ૩૦ કિલોમીટર જેટલાનો અનુમાન રખાય છે. વાતાવરણમાં રહેલ વાયુઓ સાથે ઘર્ષણના કારણે આ ટુકડાઓ સળગી ઉઠે છે અને તેજ લીસોટા, અગ્નિ સ્વરૂપે અવકાશમાં જોવા મળે છે. તેને પ્રકારમાં ફાયરબોલ, અગનગોળા કે ઉલ્કાવર્ષા કહેવાય છે. ઇન્ટરનેશનલ મેટીયોર ઓર્ગેનાઇઝેશન ઉલ્કા પડવાની નોંધ રાખે છે.
જાથાના પંડયા વધુમાં જણા છે કે ઉલ્કા વર્ષા નિહાળવા મધ્યરાત્રિ બાદ અને વહેલી પરોઢનો સમય શ્રેષ્ઠ મનાઇ છે. પૃથ્વી ઉપર રોજની લગભગ ૪૦ ટન જેટલી ઉલ્કાઓ પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશે છે. અત્યાર સુધીમાં પૃથ્વી ઉપર ઉલ્કાની રાખનો થર એક ઇંચથી વધુનો અંદાજ છે. આ ઉલ્કાવર્ષા નવા વર્ષની પ્રથમ ખગોળીય ઘટના રહેશે.
[ad_2]
Source link