[ad_1]

– રોડ,રસ્તા,આરોગ્ય,ગટર અને પુલ જેવી પ્રાથમિક સુવિધાઓ ના પડતર પ્રશ્નો ને લઈ લવવાયો નિર્ણય..
સુરેન્દ્રનગર, તા. 19 ડિસેમ્બર,
હાલ સમગ્ર રાજ્યમાં પંચાયતની ચૂંટણી શાંતિપૂર્વક રીતે સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકા ના આશરે 3500 થી વધુ વસ્તી અને 1850 થી વધુ મતદાન ધરાવતું જીવા ગામે ગ્રામજનો દ્વારા આ ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવ્યો હતો અને કોઈ ઉમેદવારી પણ નોંધાવી ન હતી જેથી ગામમાં ચૂંટણી ન યોજાતા એક પણ મત પડવા પામ્યો ન હતો જ્યારે ગ્રામજનોના જણાવ્યા મુજબ જીવા ગામમાં વર્ષો થી અનેક વખત રજૂઆતો કરવા છતાં રોડ ,રસ્તા ,પુલ તેમજ દવાખાના જેવી પ્રાથમિક સુવિધાના અભાવ બાબતના પડતર પ્રશ્નો નો નિકાલ ન થવા ને લીધે ગ્રામજનોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો તેમજ ગામમાં રસ્તો ખરાબ હાલતમાં હોવાથી સ્થાનિક ચૂંટણીનો બહિષ્કાર કર્યો હોવાનું બોર્ડ પણ લગાવવામાં આવ્યું હતું અને હજુ પણ આગામી સમય માં જો આ પડતર પ્રાણપ્રશ્નો નું યોગ્ય નિરાકરણ ન આવે તો આગામી તમામ ચૂંટણી નો બહિષ્કાર કરવા નું પણ ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારતા જણાવ્યું હતું
[ad_2]
Source link













Leave a Reply