ધોલેરા તાલુકાના બાવળીયારી ગ્રામજનોનો ચૂંટણીનો બહિષ્કાર

[ad_1]

– 2500 થી વધુ મતદારો છતાં એક પણ ઉમેદવારે સરપંચ કે સભ્યમાં ઉમેદવારી ન નોંધાવી

– હાઈકોર્ટનો સ્ટે હોવા છતાં જમીન સંપાદનની કામગીરી શરૂ કરતા ગ્રામજનોએ વિરોધ દર્શાવી ચૂંટણીથી અળગા રહી વિરોધ દર્શાવ્યો

ધંધુકા : અમદાવાદ જીલ્લાના અને ધોલેરા તાલુકાના બાવળીયારી ગામે જમીન સંપાદનની કામગીરી ધોલેરા સર સ્પેશીયલ ઈન્વેસ્ટમેન્ટ રીઝયોનલ દ્વારા કરવામાં આવી રહી છે. જેમાં બાવળીયારી ગામના ખેડૂતોની ૭૦૦ વિધા જેટલી જમીન જાય છે. કોર્ટનો મનાઈ હુકમ હોવા છતાં જમીન સંપાદનથી પંચાયત કામગીરી શરૂ કરતા બાવળીયારી ગામના લોકોએ સરપંચની ચૂંટણીનો બહિષ્કાર કરી વિરોધ દર્શાવ્યો છે.

ધોલેરા તાલુકાના બાવળીયારી ગામે ધોલેરા સર સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીયોનલ દ્વારા જમીન સંપાદનની કામગીરી શરૂ કરતા બાવળીયારીથી આંબળી ગામ સુધી ૩૭ કી.મી.નો ૨૫૦ મીટરનો નવો રોડ ટ્રેક બનાવવા માટે હાલમાં જમીન સંપાદનની કામગીરી ચાલી રહી છે. આ નવા રોડ ટ્રેકમાં બાવળીયારી ગામનાં ખેડૂતોની ૭૦૦ વિધાથી પણ વધારે જમીન સંપાદનમાં જતા આ વિસ્તારનાં ખેડૂતો દ્વારા હાઈકોર્ટનો સ્ટે લેવામાં આવ્યો હતો. તેમ છતાં જમીન સંપાદનની કામગીરી હાથ ધરતા ૨૫૦૦ વધુ વસ્તી ધરાવાતા બાવળીયા ગામના ગ્રામજનોએ સરપંચની ચુંટણીમાં સરપંચમાં કે ઉમેદવારમાં એક પણ ઉમેદવારે ઉમેદવારી ન નોંધાવી ચુંટણીનો બહિષ્કાર કરી વિરોધ દર્શાવ્યો છે. ગામના ગ્રામજનોએ જણાવ્યું હતું કે સંપાદન અંગે હાઈકોર્ટમાં પીઆઈએલ નં.૨૨૭/૨૦૧૪ હાઈકોર્ટનો સ્ટે છે . તેમ છતાં સર દ્વારા જમીન સંપાદન કરવામાં આવતા તેનો વિરોધ કરવામાં આવ્યો છે. આ વિરોધ એક્ટ ૨૦૦૯માં આવ્યો ત્યારથી છે તેમ છતાં કંપની દ્વારા જમીન સંપાદનમા ક્લમ ૪૮ નો ભંગ થતો હોવાનો ખેડૂતોનો દાવો કર્યો છે. હાઈકોર્ટનો સ્ટે હોવા છતાં ખેડૂતોની જમીન સંપાદનની કામગીરી હાથ ધરવામાં આવી છે. ગામના રહીશો ઉપર ખોટા પોલીસ કેસ કરી અને પોલીસ દ્વારા ગ્રામજનોને ધાક ધમકી અને માનસિક ત્રાસ આપી ભયનો માહોલ ઉભો કરવાથી ગ્રામજનોમાં રોષ ફેલાયો છે. નામદાર ગુજરાત હાઈકોર્ટનાં મનાઈ હુકમ છતા સરપંચ અને ગ્રામસભાની રજૂઆત કોઈ સાભળતું નાં હોય તો આવી ચુંટણીનું કોઈ મહત્વ નથી માટે ચુંટણીનો બહિષ્કાર કરી રહ્યા હોવાનુ તેમજ સરપંચની ચુંટણીમાં ગામમાંથી એક પણ ઉમેદવારે સરપંચ કે સભ્યમાં ઉમેદવારી નથી નોંધાવી કે ગામ સમરસ પણ જાહેર કરવામાં આવ્યું ન હોવાનુ ગ્રામજનોએ જણાવ્યુ હતુ.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *