[ad_1]
ભુજ, બુાધવાર
કચ્છમાં ઠંડીની પકકડ ફરી ધીમે ધીમે મજબૂત બની રહી છે. લઘુત્તમ તાપમાનમાં ઘટાડાનો દોર યાથાવત રહેવા પામ્યો છે. દોઢ ડિગ્રીથી છ ડિગ્રી જેટલો ઘટાડો નોંધાવા પામ્યો છે. રાજ્યમાં સૌથી નીચું તાપમાન નલિયામાં ૧૦.૬ ડિગ્રી નોંધાયું છે. કંડલા (એ) ૧ર.૮ ડિગ્રી સાથે દ્વિતીય અને કંડલા પોર્ટ ૧પ.પ ડિગ્રી સાથેે તૃતિય ઠંડું માથક રહેવા પામ્યું છે. ભુજમાં ૧૭.૬ ડિગ્રી નોંધાયું છે. અબડાસા અને નખત્રાણા વિસ્તારમાં વહેલી સવારે ગાઢ ધુમમ્સ ભર્યા વાતાવરણાથી હિલ સ્ટેશન જેવો માહોલ સર્જાયો હતો. માવઠા બાદ પવનોની દિશા બદલાતા ઠંડીનું જોર ઘટયું હતું. પરંતુ હવે ફરી પવનની દિશા બદલાતા તેમજ વાતાવરણમાં ભેજનું પ્રમાણ ઘટત ફરી ઠંડીની તીવ્રતામાં વાધારો જોવા મળી રહ્યો છે. નલિયામાં લઘુત્તમ તાપમાન ત્રણ ડિગ્રી જેટલું ઘટીને ૧૦.૬ ડિગ્રીના આંકે સિૃથર રહ્યું હતું. સખ્ત ઠંડી અનુભવાઈ હતી. નલિયામાં સવારે છ વાગ્યા બાદ સૂર્યોદય પહેલાં તાલુકામાં ઝાકળ વર્ષા થતાં ખુશનુમાં વાતાવરણ જોવા મળ્યું હતું. મોટી વિરાણી પંથકમાં ઝાકળ વર્ષા થઈ હતી. વાહન ચાલકોને વાહન ચલાવવામાં તકલીફ પડી હતી. એસ.ટી. બસો તેમજ અન્ય વાહનો ધીમી ગતિએ દોડી રહ્યા હતા. મોર્નિંગ વોકમાં નીકળતા લોકોને આહ્લાદક વાતાવરણાથી મજા પડી ગઈ હતી. ઝાકળના લીધે તાપમાનમાં ઘટાડો થાય તેવી શકયતા છે. કંડલા (એરપોર્ટ)માં ૧ર.૮ ડિગ્રી, કંડલા પોર્ટમાં ૧પ.પ ડિગ્રી અને ભુજમાં ૧૭.૬ ડિગ્રી નોંધાયું હતું.
[ad_2]
Source link
Leave a Reply