[ad_1]
હાઈલાઈટ્સ:
- ટીવી અભિનેત્રી દીપિકા કક્કરના પાલતુ શ્વાન કડલનું નિધન થયું.
- દીપિકા અને શોએબે તસવીર શેર કરીને ફેન્સને આપણી જાણકારી.
- પરિવાર માટે ઘરના સભ્ય સમાન હતો કડલ, લખી ઈમોશનલ નોટ.
દીપિકા અને શોએબે પોતાના શ્વાસ કડલ સાથે થોડા દિવસ પહેલા લીધેલી એક તસવીર પણ શેર કરી છે. દીપિકાએ કડલ સાથેની એક સેલ્ફી શેર કરી છે અને સાથે એક ભાવુક કરનારી પોસ્ટ પણ લખી છે. દીપિકાએ જણાવ્યું કે તેમનો શ્વાન પાછલા એક વર્ષથી બીમાર હતો. જે દિવસે કડલે અંતિમ શ્વાસ લીધા ત્યાં સુધી તેણે મુશ્કેલીઓનો સામનો કર્યો અને હાર નહોતી માની. દીપિકાએ લખ્યું કે, મને ખબર નહોતી કે કડલ સાથેની આ મારી અંતિમ તસવીર હશે.
દીપિકાએ કેપ્શનમાં લખ્યું છે કે, હું નહોતી જાણતી કે કડલ સાથેની આ મારી અંતિમ તસવીર હશે. હું તેને પ્રાણીઓની હોસ્પિટલ લઈ ગઈ હતી તેના એક દિવસ પહેલાની આ તસવીર છે. તે એક્સ-રે રુમથી બહાર આવ્યો હતો અને હું તેને ભેટી હતી જેથી તે ગભરાય નહીં. તે પાછલા એક વર્ષથી બીમાર હતો. પાછલા 2-3 દિવસમાં તકલીફ ઘણી વધી ગઈ હતી. છેલ્લો દિવસ ઘણો ક્રિટિકલ હતો. તે ખૂબ લડ્યો અને આજે સવારે ત્રણ વાગ્યે જીવન સામે હાર માની લીધી.
દીપિકાના પતિ શોએબ ઈબ્રાહિમે પણ એક પોસ્ટ કરી છે. શોએબે શ્વાનની તસવીર શેર કરીને લખ્યું છે કે, તારા પહેલા કોઈ નહોતુ અને તારા પછી કોઈ હોય પણ નહીં. દીપિકા અને શોએબના ફેન્સ તેમને સાંત્વના આપી રહ્યા છે. તેઓ બન્નેને ઈશ્વાર હિંમત આપે તેવી પ્રાર્થના પણ કરી રહ્યા છે.
[ad_2]
Source link
Leave a Reply