[ad_1]
હાઈલાઈટ્સ:
- આજે પણ દેશમાં ઘણાં લોકો દીકરીને અભિશાપ માનતા હોય છે.
- મધ્યપ્રદેશના એક પરિવારે બીજી દીકરીના જન્મની કરી ઉજવણી.
- પરિવારે દીકરીનું એવું સ્વાગત કર્યું કે જોનારની આંખો પહોળી થઈ.
માત્ર મધ્યપ્રદેશ જ નહીં, દેશના લગભગ દરેક ખૂણાથી દરરોજ એવા સમાચાર આવે છે કે દીકરીના જન્મને કારણે કોઈ મહિલા સાથે મારપીટ કરવામાં આવી હોય, તેને માનસિક રીતે પરેશાન કરવામાં આવતી હોય, ટોણા મારવામાં આવતા હોય. અમુક લોકો દીકરીના જન્મ પછી વહુને તેના પિયર મૂકી આવતા હોય છે. આ સ્થિતિમાં રાજગઢના આ પરિવારે લોકો માટે અદ્દભુત ઉદાહરણ પૂરું પાડ્યું છે. લોકો દીકરાના જન્મ પર આવી ઉજવણી કરતા હોય છે, પરંતુ અહીં દીકરીના જન્મની આવી ઉજવણી જોઈને બધાની આંખો પહોળી થઈ ગઈ.
ખુજનેરના વોર્ડ નંબર 11માં રહેતા રામલખન પ્રજાપતિ નગર પાલિકામાં કર્મચારી છે. તેના લગ્ન 2014માં બ્યાવરામાં રહેતા રીના પ્રજાપતિ સાથે થયા હતા. લગ્નના 3 વર્ષ પછી તેમણે દીકરીને જન્મ આપ્યો હતો. તે સમયે પણ પરિવાર ઘણો ખુશ થયો હતો. 17મી ડિસેમ્બરના રોજ જ્યારે રીનાએ બીજી વાર દીકરીને જન્મ આપ્યો તો ફરી એકવાર પરિવારની ખુશીનું કોઈ ઠેકાણુ ના રહ્યું.
પરિવારના લોકો દીકરીને લક્ષ્મીનું સ્વરુપ માને છે. વહુ અને દીકરી ઘરે આવવાના હતા ત્યારે તેમના ગૃહ પ્રવેશ માટે આખા ઘરને ફુગ્ગા અને ફૂલોથી સજાવવામાં આવ્યું અને ઢોલ-નગારા સાથે તેમનો ગૃહ પ્રવેશ કરાવ્યો. આ દરમિયાન પરિવારના લોકોએ ખૂબ ડાન્સ કર્યો. ઘરના પરિવારની આ ખુશીમાં પાડોશી પણ સામેલ થયા. પરિવારે લોકોમાં એક સંદેશ આપવાનો પ્રયત્ન કર્યો કે દીકરીના જન્મને પણ દીકરાના જન્મની જેમ જ ઉજવવો જોઈએ.
[ad_2]
Source link
Leave a Reply