[ad_1]
હાઈલાઈટ્સ:
- રાજ્યસભામાં નારકોટિક્સ બિલની ચર્ચા દરમિયાન થયો હોબાળો.
- ભારતીય જનતા પાર્ટીના સાંસદો પર રોષે ભરાયા જયા બચ્ચન.
- સાંસદોએ તેમના પર અંગત ટિપ્પણી કરી હોવાને જયાનો આરોપ.
જયા બચ્ચને આરોપ મૂક્યો કે તેમના વિરુદ્ધ કોઈ સભ્યએ અપમાનજનક ટિપ્પણી કરી છે. આ કારણે સંસદમાં હોબાળો થઈ ગયો. આખરે પીઠાસીને સંસદની કાર્યવાહી સાંજે પાંચ વાગ્યા સુધી સ્થગિત કરી દીધી. જયા બચ્ચને કહ્યું કે, તમે 12 સભ્યોને નિષ્કાસિત કર્યા છે. તમે આમનો બચાવ કેવી રીતે કરી શકો છો. રાજ્યસભાના સભાપતિ તેમને કહેતા રહ્યા કે, તમે નારકોટિક્સ બિલ પર વાત કરો, અન્ય વિષય પર નહીં.
સભાપતિની વાત સાંભળીને જયા બચ્ચન વધારે રોષે ભરાઈ ગયા. તેમણે કહ્યું કે, તમે અમારું ગળું દબાવી કાઢો. તેમને જ બોલવા દો. મારો નંબર છે તો મને વાત કરવા દો. અમને ન્યાય જોઈએ છીએ. મારા પર અંગત પ્રહાર કરવામાં આવ્યો. હું શાપ આપુ છું કે ટુંક સમયમાં તમારા લોકોના ખરાબ દિવસો આવશે. આ પહેલા પણ સંસદની કાર્યવાહી બે વાર સ્થગિત કરવામાં આવી હતી. વિપક્ષના સભ્યોએ સાંસદોને નિષ્કાસિત કરવા સહિતના અન્ય મુદ્દાઓ પર હોબાળો કર્યો હતો.
પહેલીવાર કાર્યવાહી સ્થગિત થઈ ત્યારપછી બપોરે બે વાગ્યે ફરીથી કાર્યવાહી શરુ કરવામાં આવી. ઉપસભાપતિ હરિવંશે કોવિડ-19ના નવા વેરિયન્ટ ઓમિક્રોનની સ્થિતિ પર ચર્ચા આગળ વધારવા માટે ભારતીય જનતા પાર્ટીના ઝફર ઈસ્લામનું નામ લીધું. હજી તેમણે વાત શરુ જ કરી હતી અને તૃણમૂલ કોંગ્રેસ સહિત અન્ય સાંસદોએ હોબાળો શરુ કરી દીધો. અમુક સભ્યોએ કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય કુમાર મિશ્રાના રાજીનામાની માંગ પણ કરી હતી.
[ad_2]
Source link














Leave a Reply