[ad_1]
અમદાવાદ,મંગળવાર,23 નવેમ્બર,2021
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ટેક્ષ વિભાગના કર્મચારીઓની
ટેક્ષના બીલોની વહેંચણીની કામગીરીને લઈને ગંભીર બેદરકારી બહાર આવવા પામી
છે.મ્યુનિ.ના કર્મચારીઓને ડોર ટુ ડોર જઈ ટેક્ષના બીલ આપવાના હોય છે એને બદલે જે તે
રહેણાંક ફલેટના સિકયુરીટી કેબીનમાં જ બીલો મુકી કર્મચારીઓ રવાના થઈ જાય છે.સોલા
સાયન્સ સીટી વિસ્તારમાં આવેલા ફલેટમાં બોર્ડ પણ લાગેલા જોવા મળે છે જેમાં દરેકે
તેમના ટેક્ષ બીલ ચોકીદાર કેબીનમાંથી લઈ જવા એ પ્રકારનું લખાણ જોવા મળી રહ્યુ છે.
મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી જે તે વોર્ડ વિસ્તારમાં ટેક્ષ
બીલોની વહેંચણી કરવાની કામગીરી વોર્ડ ઈન્સપેકટરોને સોંપવામાં આવી છે.પરંતુ એક
વોર્ડ ઈન્સપેકટર પાસે એક થી વધુ વોર્ડની જવાબદારી હોવાના કારણે ઝડપથી ટેક્ષ બીલ
લોકો સુધી પહોંચતા કરવા નદીપાર આવેલા વિસ્તારોમાં વોર્ડ ઈન્સપેકટરો લોકોને ઘરે-ઘરે
જઈ ટેક્ષ બીલ પહોંચાડવાને બદલે ગ્રાઉન્ડ ફલોર ઉપર આવેલી સિકયુરીટી ગાર્ડ કેબીનમાં
જ તમામ ટેક્ષ બીલો મુકીને ગાર્ડને કહે છે કે,તમામને
ટેક્ષ બીલો પહોંચતા કરી દેજો.
આ અંગે સામાજિક કાર્યકર રોહીત પટેલની મળેલી પ્રતિક્રીયા
મુજબ,૮૦
બંગલાની સપ્તક સોસાયટીના ૮૦ ટેક્ષ બીલો ૨૨ નવેમ્બરના રોજ મ્યુનિ.સ્ટાફ સિકયુરીટી
કેબીનમાં મુકી જતો રહ્યો હતો એને કહેવાયુ કે,દરેકને
બીલો પહોંચતા કરી દેજો.સોલા સાયન્સ સીટી વિસ્તારમાં આવેલી દરેક સોસાયટીઓમાં આ
પ્રમાણે કરવામાં આવ્યુ છે.આકાશ એલીગન્સની બહાર તો
દરેકે ચોકીદાર પાસેથી ટેક્ષ બીલ લઈ જવા એ પ્રમાણેનું બોર્ડ ઉપર લખવામાં
આવ્યુ છે.આ ગંભીર બેદરકારી અંગે મ્યુનિસિપલ કમિશનર સમક્ષ રજુઆત કરવામાં આવી છે.
[ad_2]
Source link
Leave a Reply