[ad_1]
ભરૂચ: જેસીઆઇ ભરૂચ દ્વારા ૫૭મો એવોર્ડ અને ૫૮મા શપથ ગ્રહણ સમારોહ નું ભવ્ય આયોજન BDMA હોલ ખાતે કરવામાં આવ્યું હતું.
સંસ્થાના પ્રમુખ જેસી જગદીશ પટેલ સ્વાગત પ્રવચનમાં મહિમાનો અને દરેક મેમ્બર ને આવકાર્યા હતા. સમારંભના મુખ્ય વક્તા તરીકે જેસી રોહિત મહેતા અને અતિથી વિષેશ તરીકે જેસી વિકાસ પટેલે હાજરી આપી હતી.
પ્રમુખ દ્વારા આખા વર્ષનો વાર્ષિક અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો તથા તેમણે વર્ષ દરમિયાન સારા કાર્ય કરવા બદલ સંસ્થાના સભ્યોને બિરદાવ્યા હતા. સંસ્થાના ૨૦૨૨ ના પ્રમુખ પદ માટે જેસી દિશા ગાંધીને સપથ અપાવ્યા હતા, જેમણે જેસીઆઈ ભરૂચને ખૂબ જ આગળ લઈ જવાની હાકલ કરી હતી.
સંસ્થાના માનદ સભ્ય તરીકે જસુબેન પરમારનું સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ સફળ બનાવવા પ્રોજેક્ટ ચેરમેન જેસી હર્ષિત શાહ એ મહત્વની ભૂમિકા નિભાવી હતી. સમારંભ સંસ્થાના ભૂતપૂર્વ પ્રમુખો, જેસી મેમ્બરો અને આમંત્રિત મહેમાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
[ad_2]
Source link
Leave a Reply