[ad_1]
જામનગર, તા. 27
જામનગર શહેરમાં તસ્કર ટોળકી સક્રિય બની છે, અને શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી એક કાર અને એક મોટરસાયકલની ચોરી કરી ગયાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઈ છે. બન્ને વાહનોની ચોરી કરનાર તસ્કરોને પોલીસ શોધી રહી છે.
જામનગરમાં વ્રજધામ સોસાયટી ગોકુલનગર વિસ્તારમાં રહેતા અને બ્રાસપાર્ટનો વેપાર કરતા રાજેન્દ્રભાઈ હરજીભાઈ નકુમ નામના બ્રાસપાર્ટના કારખાનેદારના ઘરની બહાર પાર્ક કરવામાં આવેલી જી.જે.-5 સી.એ. 6449 નંબરની કાર કોઈ તસ્કરો ડુપ્લીકેટ ચાવી વડે ચાલુ કરી ઉઠાવી ગયાની ફરિયાદ સિટી સી ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવાઈ છે, જે મામલે પોલીસ તપાસ ચલાવે છે.
આ ઉપરાંત જામનગરના સાંઢિયા પુલ નજીક સરદાર નગર વિસ્તારમાં શિવ ટેનામેન્ટમાં રહેતા હિરેનભાઈ જેન્તીભાઈ સંચાણીયાએ પોતાના ઘરની બહાર પાર્ક કરેલું પોતાનું જીજે -10 સિક્યુ. 0856 નંબરનું બાઈક કોઇ તસ્કરો ચોરી કરી લઇ ગયાની ફરિયાદ પોલીસમાં નોંધાવી છે. જે મામલે સીટી-સી ડિવિઝન પોલીસ વધુ તપાસ ચલાવે છે.
[ad_2]
Source link
Leave a Reply