[ad_1]
જામનગર, તા. 17 ડિસેમ્બર 2021 શુક્રવાર
જામનગર તાલુકાના ખીમલીયા ગામમાં રહેતો એક યુવાન બે દિવસ પહેલાં મોડી રાત્રે પોતાના ઘેરથી એકાએક ગુમ થયા પછી તેની શોધખોળ દરમિયાન નાગમતી નદીના પાણીમાંથી તેનો મૃતદેહ મળી આવ્યો હતો. મગજમાં ચડી ગયો હોવાથી નદીમાં ઝંપલાવી આત્મહત્યા કરી લીધી હોવાનું પ્રાથમિક તારણ મળ્યું છે. જે મામલે પોલીસ વધુ તપાસ ચલાવે છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગર તાલુકાના ખીમલીયા ગામમાં રહેતો માવજીભાઈ બુધાભાઈ હિંગળા નામનો ૩૫ વર્ષનો યુવાન કે જે તાવની બિમારીમાં પટકાયો હતો, અને બે દિવસ પહેલાં મોડી રાત્રે એકાએક પોતાના ઘેરથી લાપતા બન્યો હતો. જેથી પરિવારજનો દ્વારા તેની શોધખોળ ચલાવવામાં આવી હતી, અને પંચકોશી બી ડિવિઝન પોલીસ મથક ગુમ થયાની અરજી પણ કરવામાં આવી હતી.
દરમિયાન ગઈકાલે સાંજે નાગમતી નદીના પાણીમાંથી તેનો મૃતદેહ મળી આવ્યો હતો. પંચકોશી બી. ડિવિઝન પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.
મૃતક ને છેલ્લા ચાર-પાંચ દિવસથી તાવ આવતો હોવાથી તેને તાવ મગજમાં ચડી ગયો હતો, અને દવા લેવા નું પરિવારજનોએ કહેતાં તેણે મોડી રાત્રે પોતાનું ઘર છોડી દીધું હતું, અને નાગમતી નદીમાં ઝંપલાવી આત્મહત્યા કરી લીધી હોવાનું પોલીસે અનુમાન લગાવ્યું છે, અને વધુ તપાસ હાથ ધરી છે.
[ad_2]
Source link
Leave a Reply