[ad_1]
56 અધિકારીઓ, 1692 કર્મીઓ તથા 552 જેટલા સુરક્ષા કર્મીઓ ફરજ બજાવશે
જામનગર, : જામનગર જિલ્લાની 118 ગ્રામ પંચાયતોમાં સામાન્ય , 10 ગ્રામ પંચાયતમાં પેટા અને એક ગ્રામ પંચાયતમાં મધ્યસત્ર ચૂંટણી માટે તા. 19 ના મતદાન થશે. 20.6 લાખ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.
જામનગર જિલ્લામાં સમગ્ર ચૂંટણી પ્રક્રિયા પાર પાડવા માટે 56 ચૂંટણી અધિકારી, 1692 કર્મચારીઓ અને 552 જેટલા સુરક્ષા કર્મચારીઓની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સરપંચ પદ માટે 116 અને સભ્ય માટે 697 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. 2 લાખ 6,000 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. 43 ગ્રામ પંચાયતો સમરસ થતાં હવે 118 ગ્રામ પંચાયતોમાં ચૂંટણી યોજાનાર છે.
જેમાં જામનગર તાલુકાના 25 ગામમાં સામાન્ય, એકમાં મધ્યસ્થ તથા ચાર ગામમાં પેટાચૂંટણી છે. કાલાવડમાં ર૦ સામાન્ય અને એકમાં પેટા, લાલપુરમાં ર૩ માં સામાન્ય, એક માં પેટા મળી ર૪ ગામમાં ચૂંટણી થશે. જામજોધપુરના ર૯ ગામમાં સામાન્ય અને ચાર માં પેટા ધ્રોળમાં ૧૧ સામાન્ય ચૂંટણી તથા જોડિયામાં ૧૦ ગામમાં સામાન્ય ચૂંટણી થશે.
[ad_2]
Source link
Leave a Reply