[ad_1]
– દડિયા ગામના એક યુવાનની પત્ની રિસામણે ચાલી જતાં ટ્રેન હેઠળ પડતું મુકી દઈ પોતાનો જીવ દીધો
– લાલપુરના ખડ-ખંભાળિયામાં પણ પત્નીના વિયોગમાં એક યુવાનનો ઝેરી દવા પી લઇ આપઘાત
જામનગર તા ૩૦,
જામનગર જિલ્લામાં પત્નીના વિયોગમાં આત્મહત્યા કરી લેવાના બે કિસ્સાઓમાં સામે આવ્યા છે. જામનગર તાલુકાના દરેડ ગામમાં રહેતા એક યુવાનની પત્ની રીસાઇને માવતરે ચાલી જતાં તેના વિયોગમાં ટ્રેન હેઠળ પડતું મૂકી આત્મહત્યા કરી લીધી છે. ઉપરાંત જામનગરના જ એક યુવાને લાલપુર તાલુકાના ખડખંભાળિયા ગામ માં જઈ પોતાની પત્નીના વિયોગમાં જેવી દવા પી લઈ આપઘાત કરી લીધો છે.
જામનગર તાલુકાના દડીયા ગામ માં રહેતા અને માલધારી નો વ્યવસાય કરતાં મચ્છાભાઈ સામતભાઈ ધ્રાંગિયા નામના 26 વર્ષના યુવાને ગઈકાલે બપોરે જામનગર નજીકના વિસ્તારમાંથી પસાર થતી રેલવે લાઈન પર ટ્રેન હેઠળ પડતું મુકી દઇ આત્મહત્યા કરી દીધી છે. આ બનાવ અંગે મૃતકના ભાઈ રવજીભાઈ સામતભાઈએ પોલીસને જાણ કરતાં પંચકોશી બી ડિવિઝન નો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતદેહનો કબ્જો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.
મૃતક યુવાનને તેની પત્ની સાથે બોલાચાલી થઇ હોવાથી તેની પત્ની રીસાઇને માવતરે ચાલી ગઈ હતી. જેનું મનમાં લાગી આવતાં તેણે ગઈકાલે ટ્રેન હેઠળ પડતું મુકી દઈ પોતાનો જીવ દીધો હોવાનું પોલીસમાં જાહેર થયું છે. જે મામલે પોલીસ વધુ તપાસ ચલાવે છે.
આ ઉપરાંત પત્નીના વિયોગમાં આપઘાતનો બીજો કિસ્સો લાલપુર તાલુકાના ખડખંભાળિયા ગામમાં બન્યો હતો. જામનગરમાં મયુરનગર નજીક પાણાખાણ વિસ્તારમાં રહેતા અને કડિયા કામ કરતા ભરત અમુ ભાઈ સમેજડિયા નામના ૩5 વર્ષના યુવાને લાલપુર તાલુકાના ખડખંભાળિયા માં જઈ ઝેરી દવા પી લઇ આત્મહત્યા કરી લીધી છે. આ બનાવ અંગે ખડખંભાળિયા ગામમાં જ રહેતા મૃતકના પિતા અમુભાઈ કારાભાઈએ પોલીસને જાણ કરતાં લાલપુર પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.
મૃતક યુવાનની પત્ની છેલ્લા સાત દિવસ પહેલાં રિસાઈને તેના માવતરે ચાલી ગઈ હતી. જેનું મનમાં લાગી આવતા તેણે આ પગલું ભરી લીધાનું જાહેર કરાયું છે. સમગ્ર મામલે લાલપુર પોલીસ વધુ તપાસ ચલાવે છે.
[ad_2]
Source link