જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર જોગવડ નજીક રાહદારીનું બાઇકની ઠોકરે ઇજા થવાથી કરૂણ મૃત્યુ

[ad_1]

જામનગર, તા. 28 ડિસેમ્બર 2021 મંગળવાર

જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર જોગવડ પાસેથી પગપાળા ચાલીને જઇ રહેલા એક રાહદારીને પાછળથી એક બાઈક ચાલકે ઠોકરે ચડાવી દેતાં ગંભીર ઇજા થવાથી કરુણ મૃત્યુ નીપજ્યું છે.

આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે મૂળ બિહારના વતની અને હાલ જોગવડ વિસ્તારમાં રહીને મજૂરીકામ કરતા લાલબાબુ શિવનાથ શાહ (ઉ.વ.55) કે જેઓ ગઈકાલે ખાનગી કંપનીમાંથી મજૂરી કામ પૂરું કરીને પગપાળા ચાલીને જોગવડ ગામના પાટિયા પાસેથી પસાર થઈ રહ્યા હતા.

તે દરમિયાન પાછળથી પુરપાટ ઝડપે આવી રહેલા જીજે- 10 સી.કે.-9987 નંબરના બાઈકના ચાલકે ઠોકરે ચડાવી દેતાં ગંભીર ઈજા થઈ હતી, અને તેઓને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં લઈ જવાતા ફરજ પરના તબીબે તેમનું મૃત્યુ નીપજયું હોવાનું જાહેર કર્યું હતું.

આ બનાવ અંગે મૃતકના પત્ની શાંતિ દેવી લાલબાબુ શાહ એ પોલીસને જાણ કરતાં મેઘપર- પડાણા પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી પોસ્ટમોર્ટમ કરાવ્યું છે, જ્યારે બાઇક ચાલક સામે ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે. જેનું બાઈક માર્ગ પર રેઢું પડ્યું હોવાથી પોલીસે કબજે કરી લીધું છે.

[ad_2]

Source link