[ad_1]
જામનગર, તા. 25
જામનગરમાં રણજીત સાગર રોડ પર આજે સવારે એક વિચિત્ર અકસ્માત સર્જાયો હતો, અને આગળ જઈ રહેલા દૂધવાળા ને બચાવવા જતાં બોલેરો અકસ્માતે રોડથી નીચે ઉતરીને કેનાલના ખાબકી હતી. સદભાગ્યે તેના ચાલકને બચાવ થયો હતો, અને માત્ર સામાન્ય ઇજા થઇ છે.
આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે જામનગરના રણજીતસાગર રોડ પર આજે વહેલી સવારે જી.જે.10 ટી.વી. 8721 નંબર ની બોલેરો પીકપ વેન કેજે રણજીતસાગર રોડ થી જામનગર સીટી તરફ આવી રહી હતી, જે દરમિયાન આગળ જઈ રહેલા એક દૂધવાળા બાઇક ચાલક ને બચાવવા જતાં ઓવરટેક કરતી સમયે અકસ્માતે રોડથી નીચે ઉતરીને જામનગર શહેરને પાણી પુરૂં પાડતી ખુલ્લી કેનાલમાં ખાબકી હતી.
જે બોલેરો કેનાલ ની સામે ની દીવાલ માં અથડાઈને ટીંગાઈ ગઈ હતી. આ વિચિત્ર અકસ્માતમાં ચાલક ને માત્ર સામાન્ય ઈજા થઈ હતી, અને આસપાસના એકત્ર થયેલા લોકોએ તેને બોલેરો અને કેનાલ માંથી બહાર કાઢી લીધો હતો. સદભાગ્યે કોઈ મોટી જાનહાનિ થઇ ન હતી. અને તેના ચાલકનો બચાવ થયો છે. સમગ્ર મામલે પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે. આ વિચિત્ર અકસ્માતમાં ભેજ અને ઝાકળ વર્ષા પણ કારણભૂત હોવાનો મનાઈ રહ્યું છે.
[ad_2]
Source link
Leave a Reply