જામનગરના અને ગુજરાત રાજ્યના સૌપ્રથમ ઓમીક્રોન વેરિએન્ટમાં 72 વર્ષીય દર્દી તથા તેના પત્ની અને સાળા ત્રણેયના કોવિડ રિપોર્ટ નેગેટીવ આવતાં તંત્રનો હાશકારો

[ad_1]

જામનગર, તા. 17 ડિસેમ્બર 2021 શુક્રવાર

જામનગરના મોરકંડા રોડ પર રહેતા 72 વર્ષીય વૃદ્ધ કે જેઓ જીમ્બાબ્વે નો પ્રવાસ કરીને જામનગર આવ્યા પછી તેઓ ઓમીક્રોન વેરિયન્ટના પ્રથમ દર્દી બન્યા હોવા નો રિપોર્ટ આવ્યો હતો, અને ત્યાર પછી દર્દી ના પત્ની અને સાળા નવા ઓમીક્રોન વેરિયન્ટ ના શિકાર બન્યા હોવાથી ત્રણેયને સારવાર માટે ડેન્ટલ કોવિડ કેર સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તબીબોની સધન સારવાર પછી ત્રણેય ના કોવિડ આરટીપી સીઆર રિપોર્ટ નેગેટિવ આવ્યા હોવાથી સમગ્ર તંત્રએ હાશકારો અનુભવ્યો છે, અને ત્રણેયને રજા આપી દેવામાં આવી છે.

જામનગર શહેરના અને રાજ્યના સૌ પ્રથમ એવા 72 વર્ષીય દર્દી કે જેઓ ઓમીક્રોન વેરિયન્ટ ના સમગ્ર રાજ્યના સૌ પ્રથમ દર્દી જાહેર થયા હતા. ત્યાર પછી પરિવાર ના સભ્યો ના કોવિડ ટેસ્ટ દરમિયાન તેમના 65 વર્ષીય પત્ની અને બાવન વર્ષીય સાળા નવા ઓમીક્રોન વેરિયન્ટ ના શિકાર બન્યા હતા, અને ત્રણેયને ડેન્ટલ હોસ્પિટલ ના કોવિડ કેર સેન્ટરમાં શરૂ કરાયેલા નવા વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં ત્રણેય ને જી.જી. હોસ્પિટલના તબીબોની ટીમ દ્વારા સધન સારવાર આપવામાં આવી હતી, અને પખવાડિયાની સારવાર પછી અંતે ત્રણેય દર્દીઓના આર. ટી.પી. સી. આર. રી સેમ્પલ કરાયા હતા, અને પૂનાની લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. જેમાં ત્રણેય નો રિપોર્ટ નેગેટિવ આવ્યો હોવાથી આખરે આજે સવારે ત્રણેય દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

હવે નવો શરૂ કરાયેલો વોર્ડ ખાલીખમ છે. જોકે હોસ્પિટલના તંત્ર દ્વારા તમામ વ્યવસ્થાઓ અવિરત ચાલુ રાખવામાં આવી છે. ઉપરાંત  મહાનગર પાલિકાના તંત્ર દ્વારા પણ મોરકંડા રોડ પર સીટી લાઈટ સોસાયટી વિસ્તાર કે જ્યાં કન્ટેઇન્ટમેન્ટ ઝોન જાહેર કર્યો હતો, જે વિસ્તારમાં આજે મુક્તિ આપવામાં આવી છે.

જામનગરના ત્રણેય નવા વાયરસ ઓમીક્રોન વેરિએન્ટ ના દર્દીઓ કોરોના મુક્ત થયા હોવાથી જામનગર વાસીઓએ પણ રાહતનો શ્વાસ લીધો છે.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *