[ad_1]
હાઈલાઈટ્સ:
- રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે કહી મહત્વની વાત.
- જોરથી જય શ્રીરામના નારા બોલાવનારા લોકોને કહી એક ખાસ વાત.
- મોહન ભાગવતે કહ્યું લોકોએ જય શ્રીરામની જેમ બનવાની જરૂર છે.
મોહન ભાગવતે કહ્યું કે, પોતાના સ્વાર્થને ભુલીને લોકોની ભલાઈનું કામ કરવું એક મુશ્કેલ કામ હોય છે. આ પ્રકારના પથ પ્રદર્શિત કરનારા મહાપુરુષો અનેક છે. આખી દુનિયાના તમામ દેશોના કુલ મળીને જેટલા મહાપુરુષ આ બાબતે બોલ્યા હશે, તેટલા પાછલા 200 વર્ષમાં આપણા ત્યાં હશે. આ તમામ મહાપુરુષોના જીવન શ્રેષ્ઠ જીવનનો માર્ગ દર્શાવે છે. જો કે જ્યારે આ માર્ગ ઉજાગર થાય છે, ત્યારે તેમાં કાંટા અને કાંકરા પણ હોય છે. પછી ઘણાં લોકો હિંમત નથી કરતા. તેમની પૂજા, જયંતી, પુણ્યતિથિ અને જય-જયકાર કરવા લાગે છે.
મોહન ભાગવતે આગળ જણાવ્યું કે, જેમ કે આપણે અત્યારે જોરથી જય શ્રીરામનો નારો લગાવીએ છીએ. કહેવું પણ જોઈએ. તે કોઈ ખોટી વાત નથી. પરંતુ શ્રીરામ જેવા બનવું પણ જોઈને. આપણ વિચારીએ છીએ કે તે ભગવાન હતા. ભરતની જેમ ભાઈને પ્રેમ કરનાર ભાઈ બનવું પણ જોઈએને. પરંતુ આપણે તેમ નથી કરતા. આ એક સામાન્ય વ્યક્તિની પ્રતિક્રિયા હોય છે. આ જ કારણોસર તેમના તેજમાં ઉજાગર થનારા માર્ગ પર ચાલવાની હિંમત આપનાપા લોકો આપણે જેવા જ હોય છે. લોકોમાં તે અલૌકિક નથી બનતા. કોઈ પ્રકારની અપેક્ષા નથી રાખતા. પોતાનું કામ કરે છે અને ચુપચાપ કરે છે.
પરિવારના મહત્વ વિષે વાત કરતાં મોહન ભાગવતે કહ્યું કે, જો પરિવારનું આચરણ યોગ્ય હશે તો દેશની પેઢી ભટકી નથી શકતી. લોકો ધર્મને પૂજાની દ્રષ્ટિથી જુએ છે. પરંતુ ધર્મ માનવ ધર્મ છે અને આ જ પ્રકારનો હિન્દુ ધર્મ ભારતમાંથી નીકળ્યો છે. તેમણે આગળ જણાવ્યું કે, પાછલા 75 વર્ષમાં આપણે જેટલું આગળ વધવા જેવુ હતું તેટલું નથી વધ્યા. આપણી પાસે તાકાત છે, પરંતુ કર્મ કરવાની પણ જરુર છે. દેશને આગળ લઈ જતા રસ્તા પર ચાલીશું તો જ આગળ વધી શકીશું. આપણે તે રસ્તા પર નથી ચાલ્યા, માટે આગળ નથી વધી શક્યા.
[ad_2]
Source link
Leave a Reply