[ad_1]
મેઘરજ ,22
ગ્રામપંચાયતોની સરપંચ અને સભ્ય પદ માટે ચૂંટણી યોજાઇ હતી જેનું
પરીણામ મંગળવારે માંડી સાંજ સુધીમાં આવી જતાં પરાજીત થયેલા ઉમેદવારો અને મતદારો વચ્ચે
કેટલાય ગામોમાં ઘર્ષણ સર્જાયુ હતુ તો કેટલાક ગામોમાં અસામાજીક તત્વો દ્વારા તિક્ષણ
હથીયારોથી હુમલા થયાનું બહાર આવ્યુ છે.
મેઘરજ તાલુકાના લીમડાપાદર
ગામના યશપાલ કનકસિહ સોલંકી તેના મિત્ર સાથે
મંગળવાર સાંજે ગલ્લા ઉપર પડીકી ખાવા ગયા હતા અને ત્યાં ઉભો હતો તે વખતે એક મોટરસાયકલ
ઉપર બે શખ્સો આવી યશપાલ પાસે મોટર સાયકલ ઉભી
રાખી યશપાલ સોલંકીને ખભા ઉપર તેમજ પગ ઉપર છરો
માર્યો હતો અને બીજા શખ્શે યશપાલને ગડદાપાટુનો માર મારવા લાગ્યા હતા બુમાબુમ થતાં આજુબાજુના
લોકો આવી જતાં બંને શખ્સો યશપાલને ધાકધમકી આપી ભાગી છુટયા હતા. ઇજાગ્રસ્તને સારવાર
કરાવી ઇસરી પોલીસમાં મોટરસાયકલનો ચાલક અને તેની પાછળ બેસેલા અન્ય એક શખ્સ સામે ફરીયાદ
નોધાવી હતી.
રેલ્યો ગામે ૨૦ વર્ષીય યુવક મુકેશ જીવા રાઠોડ ઉપર મત ન આપ્યો
હોવાનો આક્ષેપ કરી કેટલાક શખ્સોએ યુવક ઉપર તીક્ષણ હથીયારથી હુમલો કરતાં યુવક ગંભીર
રીતે ઇજાગ્રસ્ત થતાં મેઘરજની રેફરલ હોસ્પીટલમાં ખસેડાયો હતો જે ઘટના અંગે ઇજાગ્રસ્તના
ભાઇએ મેઘરજ પોલીસમાં આરોપી.રમેશ ભુરા રાઠોડ,કાળુ વાલમ
રાઠોડ,સાયભા જાલુ
રાઠોડ,શૈલેશ મોહન
રાઠોડ તમામ રહે.રેલ્યો તા.મેઘરજ સામે ફરીયાદ નોધાવી હતી જ્યારે રોલા ગામે ચુટણીની અદાવતમાં
એક શખ્સે ફળીમાં જતો જાહેર રસ્તો ખોદી નાખ્યો હતો.
[ad_2]
Source link
Leave a Reply