[ad_1]
હાઈલાઈટ્સ:
- બાલાસિનોર તાલુકાના ભમરિયા ગામમાં બની ચેતવા જેવી ઘટના.
- ચાલુ ચાર્જિંગમાં ફોનમાં ગેમ રમતો હતો કિશોર, એકાએક બ્લાસ્ટ થયો.
- બ્લાસ્ટને કારણે ડાબા હાથની પાંચેય આંગળીઓને ટેરવા ઈજાગ્રસ્ત.
ભારે ઈજાને કારણે કિશોરને તાત્કાલિકત બાયડ ખાતે આવેલી ઓર્થોપેડિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં હાજર તબીબોએ તાત્કાલિકત ઓપરેશન કર્યુ હતું, પરંતુ કિશોરની પાંચેય આંગળીઓના ટેરવાને કાયમી નુકસાન થયું છે. શક્ય છે હવે તે આજીવન આ ટેરવાનો ઉપયોગ નહીં કરી શકે. પ્રાપ્ત જાણકારી અનુસાર કિશોરનું નામ પરમાર અજયકુમાર સરદારભાઈ છે. તેના પિતા પરમાર સરદારભાઈ સોમાભાઈ ગરીબ પરિવારથી આવે છે. કિશોર અજયકુમાર નાની ઉંમરથી સાંભળી નથી શકતો. તે ગોધરા ખાતે આવેલી મૂકબધિર હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરે છે.
દીકરામાં કુદરતી ખોટ હોવાને કારણે માતા-પિતા હંમેશા ચિંતામાં રહેતા હતા. તેઓ શક્ય હોય તેટલી દીકરાની ઈચ્છાઓ પૂરી કરીને તેને ખુશ રાખવાનો પ્રયત્ન કરતા હતા. હવે પોતાના લાડલા દીકરા સાથે આવી દુર્ઘટના થતા માતા-પિતા અત્યંત ચિંતાતૂર બની ગયા છે. અજયકુમારના ડાબા હાથની પાંચે આંગળીઓના ટેરવાઓના છુંદેછુંદા નીકળી ગયા છે. ઓર્થોપેડિક હોસ્પિટલમાં તેની તાત્કાલિક સારવાર કરવામાં આવી. તબીબોએ ઓપરેશન કર્યુ પરંતુ તેમના જણાવ્યા અનુસાર આંગળીઓને કાયમી નુકસાન થયું છે.
બાયડની જે હોસ્પિટલમાં સર્જરી કરવામાં આવી ત્યાંના ડોક્ટરે જણાવ્યું કે, પડવાથી, વાગવાથી કે ફ્રેક્ચર થવાથી આ પ્રકારની ઈજા શક્ય નથી. આ ચોક્કસપણે બ્લાસ્ટને કારણે જ થઈ છે. બળવાને કારણે હથેળીની ચામડીને પણ નુકસાન થયું છે. અત્યારે તો કિશોરને રજા આપવામાં આવી છે.
[ad_2]
Source link
Leave a Reply