[ad_1]
હાઈલાઈટ્સ:
- ઈનકમ ટેક્સ વિભાગ દ્વારા પાડવામાં આવેલા દરોડામાં બંને કંપનીની ગેરરીતિ પકડાઈ
- 5000 કરોડથી વધુની રકમ બનાવટી રીતે ઉધાર લેવાની બાબતમાં પણ તપાસ શરુ થઈ
- ફોનના ઉત્પાદન માટે વિદેશથી મગાવેલા માલની વિગતો પણ કંપનીએ છૂપાવ્યાના આક્ષેપ
આઈટી ડિપાર્ટમેન્ટ આ બંને કંપની દ્વારા બનાવટી રીતે 5000 કરોડ રુપિયાથી વધુની રકમ ઉધાર લેવાના મામલાની પણ તપાસ કરી રહ્યું છે. સૂત્રોનું માનીએ તો રેડ દરમિયાન ડોક્યુમેન્ટ્સ અને ઈલેક્ટ્રોનિક ડિવાઈઝ જપ્ત કરાયા છે. ડિપાર્ટમેન્ટને એવું પણ જાણવા મળ્યું છે કે એક કંપનીનું સંચાલન ‘પાડોશી’ દેશમાંથી થઈ રહ્યું હતું.
બોગસ બોરોઈંગની તપાસ હજુ પણ ચાલુ છે, અને આ આંકડો 5000 કરોડને પાર પહોંચી શકે છે. એક કંપનીનું કામકાજ ચીનમાંથી મેનેજ થતું હોવાથી માહિતી મળવાનું હજુ ચાલુ જ છે અને તેનો વિગતવાર અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. એક કંપની પર 300 કરોડની ડીટીએસ લાયેબિલિટી હોવાનું પણ તપાસમાં બહાર આવ્યું છે. આ મામલે અમારા સાથી અખબાર ઈકોનોમિક ટાઈમ્સ દ્વારા શાઓમી અને ઓપ્પોનો સંપર્ક કરવા પ્રયાસ કરાયો હતો, પરંતુ તેમાં સફળતા નહોતી મળી.
સત્તાવાર રીતે બહાર પડાયેલી જાણકારી અનુસાર, સર્ચમાં એવું પણ જાણવા મળ્યું છે કે બે મોટી કંપનીઓએ રોયલ્ટીના નામે વિદેશમાં સ્થિત પોતાની ગ્રુપ કંપનીઓ સાથે 5500 કરોડ રુપિયાના વ્યવહાર કર્યા છે. 21 ડિસેમ્બરના રોજ આઈટી ડિપાર્ટમેન્ટે દિલ્હી ઉપરાંત, ગુજરાત, મહારાષ્ટ્ર, બિહાર, રાજસ્થાન, એમપી, આંધ્રપ્રદેશ, બંગાળ, તમિલનાડુ, કર્ણાટક અને અસમમાં દરોડા પાડ્યા હતા.
બંને કંપનીઓ મોબાઈલ બનાવવા માટે કેટલાક કમ્પોનન્ટ્સ બહારથી મગાવતી હતી. જોકે, તે અંગેના વ્યવહારો નિયમ અનુસાર કંપનીએ પોતાની બુકમાં નથી બતાવ્યા. તેના બદલામાં બંને કંપનીઓને એક હજાર કરોડ સુધીનો દંડ થઈ શકે છે. આ સિવાય એક કંપનીએ ટેક્સ બચાવવા માટે ખોટી રીતે પોતાના ખર્ચ બતાવ્યા છે, અને આમ કરીને તેણે 1400 કરોડ રુપિયા સુધીની ટેક્સ ચોરી કરી છે.
[ad_2]
Source link