[ad_1]
નસવાડી,તા.21.ડિસેમ્બર,મંગળવાર,2021
ગ્રામ પંચાયતની ચૂંટણી બાદ આજે હાથ ધરાયેલી મતગણતરીના પરિમાણો જાહેર થઈ રહ્યા છે ત્યારે નસવાડી તાલુકાના બરોલી ગ્રામ પંચાયતમા વોર્ડ નંબર ૫ મા મમતાબેન જયેશભાઇ ને સભ્ય પદમાં ઝીરો મત મળ્યો જ્યારે બરોલીના વોર્ડ નંબર ૬ મા હર્ષદભાઈ ગોરધન ભાઈ ભીલ ને ઝીરો મત મળ્યો હતો
ઉમેદવારોને કદાચ મતદારો મતના આપે તો તે સમજી શકાય તેવી વાત છે પણ આ બે ઉમેદવારોના ઝીરો મત આવ્યા છે અને તે દર્શાવે છે કે, તેમણે પોતે પણ પોતાને મત આપ્યા નહોતા.
આજે મતગણતરી હાથ ધરવામાં આવી અને મત પેટીઓ ખોલવામાં આવી ત્યારે આ બંને ઉમેદવારને ઝીરો મત મળ્યા હોવાનુ જાહેર થયુ ત્યારે મતગણતરી મથકમાં પણ હાસ્યનુ મોજુ ફરી વળ્યુ હતુ.
[ad_2]
Source link
Leave a Reply