[ad_1]
હાઈલાઈટ્સ:
- ગૌતમ ગંભીરને ઈ-મેઈલ પર મળી જાનથી મારી નાખવાની ધમકી.
- પૂર્વ ક્રિકેટર અને બીજેપી નેતાએ દિલ્હી પોલીસને કરી મેઈલની જાણ.
- દિલ્હી પોલીસે તપાસ શરુ કરી, ઘરની બહાર સુરક્ષા વ્યવસ્થા વધારી.
ડીસીપી સેન્ટ્રલ શ્વેતા ચૌહાણે જણાવ્યું કે, ગૌતમ ગંભીરને ધમકીભર્યો ઈ-મેઈલ આઈએસઆઈએસ કાશ્મીર તરફથી મળ્યો છે. તેમણે જણાવ્યું કે આ બાબતની વધારે તપાસ થઈ રહી છે. ગૌતમ ગંભીરે દિલ્હી પોલીસને આ બાબતે જાણકારી આપી છે. ગૌતમ ગંભીરે ફરિયાદ કરી છે કે આઈએસઆઈએસ કાશ્મીર તરફથી તેમને જાનથી મારી નાખવાની ધમકી મળી છે.
ક્રિકેટમાંથી નિવૃત્ત થયા પછી ગૌતમ ગંભીરે રાજનીતિમાં પ્રવેશ કર્યો છે. તે નીડરતાથી પોતાના અભિપ્રાયો વ્યક્ત કરવા માટે ઓળખાય છે. તેમણે અનેક વાર આતંકવાદ વિરુદ્ધ પણ પોતાના મંતવ્યો રજૂ કર્યા છે.દિલ્હી પોલીસને લખેલા લેટરમાં ગૌતમ ગંભીરે જણાવ્યું છે કે, તેમને મંગળવારે રાત્ર 9 વાગીને 32 મિનિટે એક ધમકીભર્યો ઈ-મેઈલ આવ્યો હતો. લેટરમાં ગૌતમ ગંભીર અને તેના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. ગૌતમ ગંભીરે પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે આ ધમકી તેમના ઓફિશિયલ ઈ-મેઈલ આઈડી પર મોકલવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે ગૌતમ ગંભીરે શનિવારના રોજ એક ટ્વિટ કરીને નવજોત સિંહ સિદ્ધુનું નામ લીધા વગર તેમની ટીકા કરી હતી. તેમણે લખ્યુ હતું કે, પોતાના દીકરા અથવા દીકરીને બોર્ડર પર મોકલો અને પછી એક આતંકવાદી દેશના નેતાને પોતાનો મોટો ભાઈ કહેજો. ઉલ્લેખનીય છે કે કરતારપુર પહોંચ્યા પછી નવજોત સિંહ સિદ્ધુએ ઈમરાન ખાનને પોતાના મોટા ભાઈ કહ્યા હતા. ભારતીય જનતા પાર્ટીના અન્ય નેતાઓએ પણ સિદ્ધુની ટીકા કરી હતી.
[ad_2]
Source link
Leave a Reply