ગોડાદરા નહેરકુંભારીયા ગામ સ્થિત એલઆઇજી સુડા આવાસમાં ચાલતું કાપડ વેપારીનું જુગારધામ ઝડપાયું

[ad_1]


– કાપડ વેપારી અને 7 જુગારી રોકડા રૂ.92,470, 8 મોબાઈલ ફોન અને 4 બાઈક મળી કુલ રૂ.3.93 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા

(પ્રતિનિધિ દ્વારા) સુરત, શુક્રવાર

સુરતના ગોડાદરા નહેરકુંભારીયા ગામ સ્થિત એલઆઇજી સુડા આવાસમાં ચાલતા કાપડ વેપારીના જુગારધામ ઉપર પુણા પોલીસે રેઈડ કરી કાપડ વેપારી અને 7 જુગારીને રોકડા રૂ.92,470, 8 મોબાઈલ ફોન અને 4 બાઈક મળી કુલ રૂ.3.93 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મળેલી બાતમીના આધારે પુણા પોલીસે ગુરુવારે મોડીસાંજે ગોડાદરા નહેર કુંભારીયા ગામ સ્થિત એલઆઇજી સુડા આવાસ બિલ્ડીંગ 1-6=B-5 મકાન નં.704 માં રેઈડ કરી ત્યાં જુગાર રમતા કાપડ વેપારી કિશનલાલ પિઠારામ સારસ્વત ( ઉ.વ.32, રહે.ઘર નં-બી/2,104, શાંતનુ રેસીડેન્સી, સીએનજી પંપની પાછળ, ગોડાદરા, સુરત. મુળ રહે.કાલુ, તા.લુણકણસર, જી.બિકાને, રાજસ્થાન ), તેના સંબંધી નોકરીયાત રાકેશ બંસીલાલ સારસ્વત ( ઉ.વ.23 ), કાપડદલાલ મગરાજ ભવરલાલ શર્મા ( ઉ.વ.24, રહે. ધર નં.112, વ્રજધામ સોસાયટી, આસપાસ, ગોડાદરા, સુરત. મુળ રહે.સુરજુનુ, તા.શ્રીડુંગરઢ. જી.બીકાનેર,રાજસ્થાન ), વેપારી સંદીપ માલચંદ મલાણી ( ઉ.વ.૩33, રહે. ધર નં.21, રીધીસીધ્ધી રો હાઉસ મોડલ ટાઉન, લીંબાયત, સુરત. મુળરહે.બેરાસર, તા.નોખા, જી.બીકાનેર, રાજસ્થાન ), વેપારી ડુંગરમલ માંગીલાલ સારસ્વત ( ઉ.વ.33, રહે. ધર નં.341, ક્રીષ્નાપાર્ક સોસાયટી, આસપાસ, ગોડાદરા, સુરત. મુળ રહે.માલાસર, તા.લોનકંસર, જી.બીકાનેર, રાજસ્થાન ), સેલ્સમેન રામ મુરલીધર શર્મા ( ઉ.વ.22, રહે. ધર નં.602/બી, સારથી એવન્યુ, આસપાસ, ગોડાદરા, સુરત. મુળરહે.બામણવાડી, તા.લોનકનસર, જી.બીકાનેર, રાજસ્થાન , વેપારી ચંદ્રપ્રકાશ ગોપાલરામ શર્મા ( ઉ.વ.27, રહે. ધર નં.એફ/504, અમ્બીકા એવન્યુ, એસએમસી તળાવની પાછળ, ડીંડોલી, સુરત. મુળ રહે.ડુંગલગઢ, જી.બીકાનેર, રાજસ્થાન ) અને નોકરીયાત રાધેશ્યામ નાનુરામ શર્મા ( ઉ.વ.27, રહે.ધર નં.504/બી/3, શાંતનુ રેસીડેંસી, સરસ ચોક, ગોડાદરા, સુરત. મુળ રહે.ભાદાસર, તા.સરદારશેર, જી.ચુરુ,રાજસ્થાન ) ને ઝડપી લીધા હતા.

પોલીસે તેમની પાસેથી રોકડા રૂ.92,470, રૂ.1.06 લાખની કિંમતના 8 મોબાઈલ ફોન અને રૂ.1.95 લાખની કિંમતની 4 બાઈક મળી કુલ રૂ.3,93,470 નો મુદ્દામાલ કબજે કરી પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે કાપડ વેપારી કિશનલાલ સારસ્વત જુગારધામ ચલાવતો હતો.

[ad_2]

Source link