[ad_1]
અમદાવાદ, રવિવાર
નાની પેઢીઓથી
માંડીને કદાવર કંપનીઓ માટે છેલ્લા ૬ વર્ષ ચકડોળની સહેલ કરવા સમાન રહ્યા છે. જેમાં નોટબંધી,
જીએસટી, કોરોનાકાળ જેવા વિવિધ પડકારનો સામનો કરવો પડયો છે. ગુજરાતમાં છેલ્લા ૬ વર્ષમાં
એટલે કે નોટબંધીથી કોરાનાકાળ દરમિયાન ૧૬,૦૭૮ કંપની બંધ થઇ છે. જેમાં નોટબંધી એટલે કે
નાણાકીય વર્ષ ૨૦૧૬-૧૭થી ૨૦૧૭-૧૮ દરમિયાન સૌથી વધુ ૧૨૮૮૨ કંપનીને તાળા લાગ્યા હતા. બીજી
તરફ ચાલુ નાણાકીય વર્ષ એટલે કે એપ્રિલ ૨૦૨૧થી અત્યારસુધી ગુજરાતમાં કુલ ૧,૫૮૫ કંપની
બંધ થઇ છે.
એપ્રિલ ૨૦૨૧થી
અત્યારસુધી દેશના જે રાજ્યમાં સૌથી વધુ કંપની બંધ થઇ હોય તેવા રાજ્યોમાં ગુજરાત છઠ્ઠા
સ્થાને છે. આ સમયગાળામાં મહારાષ્ટ્રમાંથી સૌથી વધુ ૫૩૯૦, પશ્ચિમ બંગાળમાં ૪૨૩૦, દિલ્હીમાં
૨૦૫૪ કંપની બંધ થઇ ચૂકી છે. લોકસભાના શિયાળુ સત્ર દરમિયાન રજૂ કરવામાં આવેલા આ અહેવાલ
પ્રમાણે ગુજરાતમાં પ્રતિ મહિને ૧૯૦થી વધુ કંપની બંધ થઇ છે તેમ કહી શકાય. કોરોના કાળ
કરતાં નોટબંધીથી કંપનીને વધુ ફટકો પડયો છે તેમ આ અહેવાલ પરથી સામે આવે છે.
નવેમ્બર ૨૦૧૬માં
નોટબંધી જાહેર કરવામાં આવી હતી. આ પછી એટલે કે ૨૦૧૭-૧૮ના નાણાકીય વર્ષમાં ૧૧૯૭૩ કંપનીને
તાળા લાગ્યા હતા. આમ, ગુજરાતમાં છેલ્લા ૬ વર્ષમાં જેટલી કંપની બંધ થઇ છે તેમાંથી ૮૦%થી
વધુ નોટબંધી દરમિયાન સૌથી મોટો ફટકો પડયો છે. ૨૦૧૭-૧૮ના નાણાકીય વર્ષમાં સમગ્ર દેશમાંથી
કુલ ૨.૩૬ લાખ કંપની બંધ પડી હતી અને તેમાંથી સૌથી વધુ ૬૨ હજાર માત્ર મહારાષ્ટ્રમાંથી
હતી.
નોટબંધી બાદ એટલે
કે ૨૦૧૮-૧૯ના નાણાકીય વર્ષમાં કુલ માત્ર ૧૩ કંપની બંધ પડી હતી. જોકે, આ પછી ૨૦૧૯-૨૦માં
૧૨૪૫ કંપનીને તાળા લાગ્યા હતા. આમ, ૬ વર્ષ કરતાં વધુ સમયમાં ગુજરાતમાં ૧૨૮૦૦થી વધુ
કંપની બંધ થઇ ચૂકી છે. જેની સામે આ જ સમયગાળામાં એટલે કે એપ્રિલ ૨૦૧૬થી અત્યારસુધી
ગુજરાતમાંથી કુલ ૩૪૭૩૯ કંપનીઓ રજીસ્ટર્ડ થઇ
છે. છેલ્લા ૬ વર્ષમાં સૌથી વધુ ૮૧૮૮ કંપનીઓ ૨૦૨૦-૨૧ના નાણાકીય વર્ષમાં નોંધાઇ છે. એપ્રિલ
૨૦૨૧થી રાજ્યમાં કુલ ૨૭૨૭ કંપનીની નોંધણી થઇ છે. જાણકારોના મતે, કોરોના બાદ સ્ટાર્ટ
અપ, પોતાનો વ્યવસાય શરૃ કરવાનું પ્રમાણ વધતાં કંપની રજીસ્ટ્રેશનના પ્રમાણમાં પણ વધારો
થયો છે.
ગુજરાતમાં છેલ્લા
૬ વર્ષમાં કેટલી કંપની બંધ થઇ?
વર્ષ કંપની બંધ
૨૦૧૬-૧૭ ૯૦૯
૨૦૧૭-૧૮ ૧૧,૯૭૩
૨૦૧૮-૧૯ ૧૩
૨૦૧૯-૨૦ ૧,૨૪૫
૨૦૨૦-૨૧ ૩૫૩
એપ્રિલ ૨૦૨૧થી ૧,૫૮૫
(*એપ્રિલ ૨૦૨૧થી
અત્યારસુધીના આંકડા.)
એપ્રિલ ૨૦૨૧થી
કયા રાજ્યમાં સૌથી વધુ કંપની બંધ?
રાજ્ય કંપની બંધ
મહારાષ્ટ્ર ૫,૩૯૦
પ.બંગાળ ૪,૨૩૦
દિલ્હી ૨,૦૫૪
તામિલનાડુ ૧,૬૮૪
કર્ણાટક ૧,૫૯૩
ગુજરાત ૧,૫૮૫
ગુજરાતમાં છેલ્લા
૬ વર્ષમાં રજીસ્ટર્ડ થયેલી કંપની
વર્ષ કંપની
૨૦૧૬-૧૭ ૪,૬૨૮
૨૦૧૭-૧૮ ૪,૭૭૪
૨૦૧૮-૧૯ ૫,૬૪૨
૨૦૧૯-૨૦ ૫,૭૮૦
૨૦૨૦-૨૧ ૮,૧૮૮
એપ્રિલ ૨૦૨૧થી ૫,૭૨૭
[ad_2]
Source link
Leave a Reply