[ad_1]
અમદાવાદ, સોમવાર
ગુજરાતમાં કોરોના
વાયરસથી દિવસેને દિવસે ફરી ભયાવહ સ્થિતિ સર્જાઇ રહી છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના
૨૦૪ નવા કેસ સામે આવ્યા છે જ્યારે ૧ વ્યક્તિનું મૃત્યુ થયું છે. ૧૯ જૂન એટલે કે ૧૯૧
દિવસ બાદ રાજ્યમાં કોરોનાના દૈનિક કેસનો આંક ૨૦૦ને પાર થયો છે. કોરોનાના એક્ટિવ કેસનો આંક છેલ્લા ૧૦ દિવસમાં જ
૯૦% જેટલો વધીને હવે ૧૦૮૬ થઇ ગયો છે. રાજ્યમાં ૧૦ જુલાઇ બાદ પ્રથમવાર કોરોનાના ૧ હજારથી
વધુ દર્દી સારવાર હેઠળ છે.
છેલ્લા ૨૪ કલાક
દરમિયાન અમદાવાદ શહેરમાંથી ૯૮-ગ્રામ્યમાંથી ૨ સાથે ૧૦૦ નવા કેસ સામે આવ્યા હતા. આમ,
રાજ્યના લગભગ અડધોઅડધ કેસ માત્ર અમદાવાદ જિલ્લામાંથી છે. ેઅન્યત્ર રાજકોટ શહેરમાંથી
૩૩-ગ્રામ્યમાંથી ૩ સાથે ૩૬, સુરત શહેરમાંથી ૨૨-ગ્રામ્યમાંથી ૧ સાથે ૨૩, વડોદરા શહેરમાંથી
૧૬-ગ્રામ્યમાંથી ૧ સાથે ૧૭, ગાંધીનગર શહેરમાંથી ૪-ગ્રામ્યમાંથી ૧ સાથે ૫, ખેડામાંથી
૪, મહીસાગરમાંથી ૩, આણંદ-ભરૃચ-કચ્છમાંથી ૨, બનાસકાંઠા-ભાવનગર શહેર-દાહોદ-જામગર શહેર-જુનાગઢ
શહેર-મહેસાણા-નવસારી-પંચમહાલ-સુરેન્દ્રનગર-વલસાડમાંથી ૧-૧ નવા કેસ સામે આવ્યા હતા.
આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ કેસનો આંક હવે ૮,૨૯,૫૬૩ છે. કોરોનાથી એક મૃત્યુ જામનગરમાં
થયું છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાથી કુલ મરણાંક હવે ૧૦,૧૧૪ છે.
છેલ્લા ૨૪ કલાકમાં
વધુ ૬૫ દર્દી કોરોનાથી સાજા થયા છે. અત્યારસુધી કુલ ૮,૧૮,૩૬૩ દર્દી કોરોનાને હરાવી
ચૂક્યા છે અને સાજા થવાનો દર ૯૮.૬૫% છે. રાજ્યમાં હાલ ૧૦૮૬ એક્ટિવ કેસ છે અને ૧૪ દર્દી
વેન્ટિલેટર પર છે. અમદાવાદમાં સૌથી વધુ ૩૯૮ દર્દી કોરોનાની સારવાર હેઠળ છે. ૨૩ ડિસેમ્બરના
અમદાવાદમાં ૧૯૮ એક્ટિવ કેસ હતા. આમ, પાંચ દિવસમાં એક્ટિવ કેસના આંકમાં બમણો વધારો થયો
છે. છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૪,૦૨,૧૩૬ને કોરોના વેક્સિન આપવામાં આવી છે. આ સાથે જ કુલ
વેક્સિનેશનનો આંક હવે ૮.૮૫ કરોડ છે.
ગુજરાતના કયા
જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના વધુ કેસ?
જિલ્લો નવા કેસ એક્ટિવ
કેસ
અમદાવાદ ૧૦૦ ૩૯૮
રાજકોટ ૩૬ ૧૪૭
સુરત ૨૩ ૧૫૪
વડોદરા ૧૭ ૧૨૫
ગાંધીનગર ૦૫ ૨૨
ખેડા ૦૪ ૨૩
[ad_2]
Source link
Leave a Reply