[ad_1]
હાઈલાઈટ્સ:
- દેશભરમાં ઓમિક્રોન વેરિયન્ટના કેસ ધીરે ધીરે વધી રહ્યા છે.
- સુરતમાં શનિવારે પાર્ટી પ્લોટમાં ક્રિસમસ પાર્ટીનું આયોજન થયું.
- પોલીસ સુધી વીડિયો પહોંચતા 3 આયોજકોની અટકાયત કરાઈ.
ઉલ્લેખનીય છે કે ઉમરા વિસ્તારમાં આવેલા ડીએમડી પાર્ટી પ્લોટમાં ક્રિસમસ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યુ હતું. પ્રાપ્ત જાણકારી અનુસાર આયોજકોએ અન્ય કારણ દર્શાવીને મંજૂરી માંગી હતી. અને પોલીસ દ્વારા દાખલ કરવામાં આવેલી એફઆઈઆરમાં પણ કોઈ ડાન્સ ઈવેન્ટનો ઉલ્લેખ કરવામાં નહોતો આવ્યો.
પાર્ટી પ્લોટમાં ચાલી રહેલા કાર્યક્રમનો વીડિયો વાયરલ થતા હોબાળો મચી ગયો હતો. વીડિયોમાં સ્પષ્ટપણે દેખાતુ હતું કે સેંકડોની સંખ્યામાં લોકો એકઠા થયા છે અને કોરોનાના નિયમોના લીરેલીરા ઉડી રહ્યા છે. માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિંગ વગેરે જેવા અનેક નિયમોનો ભંગ થઈ રહ્યો હતો. પોલીસ સુધી આ વીડિયો પહોંચતા એપિડેમિક એક્ટ અંતર્ગત પોલીસ કમિશનરના આદેશનું ઉલ્લંઘન કરવા બદલ કેસ દાખલ કર્યો છે. પોલીસે ઈવેન્ટ મેનેજમેન્ટ કંપની ચલાવતા હિતુલ જોશી(20), ઈવેન્ટ મેનેજર કશિશ સોમાણી(22) અને ટ્યુશન ટીચર દિપક અગ્રવાલ(39)ની અટકયાત કરી છે. ઉમરા પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટરે આ બાબતે જણાવ્યું કે, પોલીસે જોયું કે એક જ સ્થળે 400થી વધારે લોકો ભેગા થયા છે, માટે તેમણે ફરિયાદ દાખલ કરી છે. અહીં કોરોનાના નિયમોનું ઉલ્લંઘન થઈ રહ્યુ હતું.
ઉલ્લેખનીય છે કે ભારતમાં અત્યાર સુધી કોરોનાની બે લહેર આવી ચૂકી છે. બીજી લહેર દરમિયાન મોટી સંખ્યામાં લોકોએ જીવ ગુમાવ્યા અને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. હવે જ્યારે કોરોનાના કેસ વધી રહ્યા છે અને ઓમિક્રોનનો ફફડાટ પણ છે, ત્યારે તંત્ર ફરી એકવાર હરકતમાં આવી છે. આ દરમિયાન ઘણા સ્થળોએ હજી પણ કોરોનાની ગંભીરતાની અવગણના કરીને મોટા પાયે લગ્નપ્રસંગો અથવા આ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.
[ad_2]
Source link
Leave a Reply