કોરોનાના 10માંથી 4 દર્દીઓમાં જોવા મળે છે બ્લડ ક્લોટિંગ, નવા સ્ટડીમાં થયો ખુલાસો – according to new study blood clotting can be seen in 4 covid patients out of 10

[ad_1]

હાઈલાઈટ્સ:

  • કોરોનાથી સાજા થયેલા દર્દીઓમાં થ્રોમ્બોસિસ સૌથી મોટી સમસ્યા.
  • તાજેતરમાં જ આ સ્ટડીને પીઅર રિવ્યૂ માટે ઓનલાઈન અપલોડ કરવામાં આવ્યો છે.
  • ડૉક્ટરના અનુસાર જો વહેલું નિદાન થઈ જાય તો જિંદગી બચાવી શકાય છે.

અમદાવાદ: કોરોનાથી સાજા થયેલા દર્દીઓમાં થ્રોમ્બોસિસ (બ્લડ ક્લોટિંગ) સૌથી મોટી સમસ્યા તરીકે ઊભરી રહ્યો છે. બીમારી ધરાવતા દર્દીઓ માટે પણ થ્રોમ્બોસિસ (લોહીનો ગઠ્ઠો) જીવલેણ સાબિત થઈ રહ્યો છે કારણકે લોહીના ગઠ્ઠા મગજ, હૃદય અથવા અન્ય મહત્વના અંગો સુધી પહોંચી જાય છે. રાજ્યના સંશોધકો દ્વારા કરવામાં આવેલા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, દુનિયાભરમાં કોરોનાના 38.8 ટકા અથવા દર 10માંથી ચાર દર્દીઓમાં થ્રોમ્બોસિસ જોવા મળે છે.

‘વેનોસ થ્રોમ્બોએલિઝમ ઈન હોસ્પિટલાઈઝ્ડ કોવિડ પેશન્ટ્સ- એન અમ્બ્રેલા રિવ્યૂ’ નામના આ સ્ટડીની પસંદગી અમેરિકન કોલેજ ઓફ કાર્ડિયોલોજી (ACC) દ્વારા આયોજિત કોન્ફરન્સમાં પ્રેઝન્ટેશન માટે કરવામાં આવી છે. આ કોન્ફરન્સ આવતા વર્ષે યોજાવાની છે.

તાજેતરમાં જ આ સ્ટડીને પીઅર રિવ્યૂ માટે ઓનલાઈન અપલોડ કરવામાં આવ્યો છે. આ સ્ટડીના લેખકોમાં ગાંધીનગર આઈઆઈપીએચના કમલ શાહ, વી.પી. વર્ણા, રાધિકા નિમકર; અમદાવાદના કાર્ડિયોલોજીસ્ટ ડૉ. કમલ શર્મા અને કરમસદ સ્થિત પ્રમુખ સ્વામી મેડિકલ કોલેજના હસમુખ શાહનો સમાવેશ થાય છે.

ફરી એકવાર પોર્ટલ પર મુસ્લિમ મહિલાઓની તસવીરો ‘હરાજી’ માટે મૂકાતા લોકોમાં આક્રોશ

ડિસેમ્બર 2019 (કોરોના પહેલા)થી ઓગસ્ટ 2021 (કોરોનાની બીજી લહેર પછી) વચ્ચે પબમેડ પર પબ્લિશ થયેલા 25 પીઅર રિવ્યૂને આ રિવ્યૂ માટે ધ્યાને લેવાયા છે, જેથી વેનસ થ્રોમ્બોએલિઝમ (VTE), ડીપ વેઈન થ્રોમ્બોસિસ (DVT) અને પલ્મોનરી એમ્બોલિઝમ (PE)ની હાજરી જાણી શકાય. સ્ટડીમાં બહાર આવ્યું કે, VTEની 16.5 ટકા, DVTની 10.8 ટકા અને PEની 11.5 ટકા હાજરી છે.

ગાંધીનગર સ્થિત IIPHના આસિસ્ટન્ટ પ્રોફેસર કોમલ શાહે કહ્યું, આ પ્રકારનો પ્રથમ સ્ટડી થઈ રહ્યો છે જેમાં કોરોનાના હાલના અને સાજા થઈ ચૂકેલા દર્દીઓમાં બ્લડ ક્લોટિંગની ચોક્કસ વિગતો નોંધશે. “આ સ્ટડીની અસર ચિકિત્સકો અને સાજા થયેલા દર્દીઓની વિગતો નોંધતા બંને માટે ફાયદાકારક સાબિત થશે. મોટાભાગે VTEના કોરોનાના દર્દીઓમાં લક્ષણો દેખાતા નથી પરંતુ તે ઈન્ફેક્શનને અતિશય ગંભીર સ્તરે લઈ જાય છે અને મૃત્યુનું જોખમ વધી જાય છે”, તેમ ડૉ. શાહે ઉમેર્યું.

ડૉ. શાહે વધુમાં જણાવ્યું કે, જે આનું વહેલું નિદાન થઈ જાય અને સારવાર શરૂ થઈ જાય તો જિંદગી બચાવી શકાય છે. ખાસ કરીને હાલ ગુજરાત અને દેશ-દુનિયામાં ફરી કોરોનાના કેસ વધી રહ્યા છે ત્યારે આ સ્ટડી મહત્વનું સાબિત થઈ શકે છે.

ગાંધીનગર IIPHના ડાયરેક્ટર પ્રોફેસર દિલીપ માવલંકરે કહ્યું, થ્રોમ્બોએમ્બોલિક કોમ્પ્લિકેશન્સ કોરોનાના દર્દીઓમાં મૃત્યુદર અને બીમારીનું મહત્વનું કારણ છે. “મહામારીના શરૂઆતના તબક્કામાં એક કેસ એવો આવ્યો હતો જેમાં એક દર્દી ડીવીટી અને ગેંગેરિનનો શિકાર બન્યો હતો. આ દર્દી કોરોના સંક્રમિત હોવાથી કોઈ તેની પગ કાપવાની સર્જરી કરવા તૈયાર નહોતું. જેમ-તેમ કરીને તેણે સર્જરી કરાવી પણ બચી ના શક્યો. જોકે, હવે મેડિકલ ક્ષેત્રના પ્રોફેશનલ્સમાં મહામારીના શરૂઆતના તબક્કા કરતાં વધુ સારી સમજ છે”, તેમ તેમણે ઉમેર્યું.

રાજ્યની સ્કૂલોમાં ધો.11-12ના વિદ્યાર્થીઓને ખેતી, ટુરિઝમ સહિતના 7 વૈકલ્પિક વિષયો ભણાવાશે

શહેરના કાર્ડિયોલોજીસ્ટ ડૉ. કમલ શર્માએ કહ્યું, “આંતરરાષ્ટ્રીય પુરાવાની સરખામણીમાં અમદાવાદમાં એમ્બોલિઝમના કેસ ઓછા જોવા મળ્યા છે. મારું માનવું છે કે, આ પાછળનું કારણ છે ડેટા મેનેજમેન્ટ અને આ સમસ્યા પર ધ્યાન ન આપવું છે. ખાસ કરીને એવા સમયે જ્યારે કેસોની સંખ્યા વધી રહી છે. જોકે, કોવિડના દર્દીઓમાં રિપોર્ટ નેગેટિવ આવ્યા પછી બ્લડ ક્લોટિંગ ગંભીર સમસ્યા છે અને તેને નજરઅંદાજ ના કરવી જોઈએ.”

[ad_2]

Source link