કોરોનાએ ફરી માથું ઉંચક્યું: સુરતમાં એક જ પરિવારના 5 સભ્યો પોઝિટિવ – family tests covid positive in surat entire lane of a society declared as cluster quarantine

[ad_1]

હાઈલાઈટ્સ:

  • પરિવારના વડીલ મહાબલેશ્વરથી પરત ફર્યા બાદ તેમનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો
  • તંત્રએ પરિવારના અન્ય સભ્યોનો ટેસ્ટ કરાવતા તમામ સંક્રમિત થયા હોવાનું સામે આવ્યું છે
  • કેસ વધતા તંત્રએ ટેસ્ટિંગની સંખ્યા વધારી, એન્ટ્રી પોઈન્ટ પર પરીક્ષણની સંખ્યા બમણી કરી

સુરત: એક જ પરિવારમાં પાંચ સભ્યોનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતા સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (SMC)ના આરોગ્ય વિભાગ દ્વારા રહેણાંક સોસાયટી પવિત્ર રો-હાઉસની આખી ગલીને ક્લસ્ટર ક્વોરેન્ટાઈન તરીકે જાહેર કરવામાં આવી છે. પરિવારમાં ચેપગ્રસ્ત જે લોકોને હળવા લક્ષણો છે તેમના હોમ આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે.
ગુજરાતમાં ડેલ્ટા વેરિયન્ટની એન્ટ્રી, કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા પણ વધીપિતા બાદ પુત્ર, પુત્રવધૂ અને બે બાળકોનો રિપોર્ટ પોઝિટિવ
સૂત્રોના જણાવ્યા અનુસાર પરિવારના 66 વર્ષીય પુરુષ સભ્ય બે દિવસના પ્રવાસ પછી 11 નવેમ્બરના રોજ મહાબળેશ્વરથી પરત ફર્યા હતા. શુક્રવારના રોજ તેમને લક્ષણો દેખાયા બાદ તેઓ SMCના પાલ હેલ્થ સેન્ટરમાં ગયા હતા જ્યાં કોરોનાનો ટેસ્ટ કરાવતા રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેથી પરિવારના અન્ય સભ્યોનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાં શનિવારે 35 વર્ષીય પતિ, પત્ની અને તેમના બે બાળકોને પણ સંક્રમિત થયા હોવાનું સામે આવ્યું હતું.

હળવા લક્ષણ હોવાથી પરિવાર હોમ ક્વોરેન્ટાઈન
આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે, ‘વરિષ્ઠ નાગરિક સાથે 24 કલાક એક જ ઘરમાં રહ્યા બાદ પરિવારના અન્ય સભ્યોને પણ ચેપ લાગ્યો હતો. પરિવાર હાલમાં હોમ ક્વોરેન્ટાઈન છે કારણ કે તેમને હળવા લક્ષણો છે. RT-PCR ટેસ્ટમાં વરિષ્ઠ નાગરિકનો ટેસ્ટ પોઝિટિવ આવ્યા પછી SMCએ પરિવારના અન્ય સભ્યોની પણ તપાસ કરી હતી.
માસ્ક વિના નીકળ્યા તો દંડ ભરવા તૈયાર રહેજો, કોરોનાના કેસ વધતાં પોલીસ એક્શનમાંપ્રવાસીઓ વેકેશનથી પરત ફરતા કેસો વધ્યા
દરમિયાન શનિવારે શહેરમાં પોઝિટિવ દર્દીઓની સંખ્યા વધીને આઠ થઈ ગઈ છે. અત્યાર સુધી કેસની સંખ્યા પાંચથી નીચે રહી હતી. આરોગ્ય અધિકારીઓએ માહિતી આપી હતી કે પ્રવાસીઓ વેકેશનમાંથી પરત ફરી રહ્યા હોવાથી કેસ વધી રહ્યા છે. જેથી મ્યુનિસિપલ તંત્રએ શહેરમાં દરરોજ પરીક્ષણો વધારીને 7,000 કરી દીધા છે અને એન્ટ્રી પોઈન્ટ પર પણ પરીક્ષણોની સંખ્યા અગાઉના 1,500થી બમણી કરીને 3,000 કરવામાં આવી છે.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *