[ad_1]
ભુજ,શુક્રવાર
નખત્રાણા તાલુકાના કોટડા જડોદર ગામે ગુરૃવારની રાત્રે બે સમુદાય વચ્ચે સર્જાયેલી તંગદીલી બાદ આજે ગામમાં પોલીસ દ્વારા લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. આ બનાવમાં એક પક્ષ દ્વારા પાંચ લોકો સામે હત્યાના પ્રયાસ તળે ફરિયાદ નોંધાવી છે. ત્યારબાદ પોલીસ દ્વારા પાંચ આરોપીઓને દબોચી લેવાયા હતા.
સમગ્ર ઘટના અંગે પોલીસ માથકેાથી માહિતી અનુસાર, કોટડા જડોદર ગામે નાથાણી ફળિયામાં રહેતા અરવિંદ કાંતિલાલ નાથાણીએ આજે સાલે જાફર કુંભાર, આરીફ સાલે કુંભાર, અશર્રફ આમદ કુંભાર, ભઈલો જુસા કુંભાર તેમજ આસીફ સાલે કુંભાર વિરૃધૃધ આઈપીસી ૩૦૭, ૩૨૩, ૨૯૪(ખ), ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯ અને ગુજરાત પોલીસ એકટ ૧૩૫ (હિાથયારબંધી)ની કલમો તળે ફરિયાદ નોંધાવી હતી. આ બનાવ ગુરૃવારની રાત્રિના ૯ વાગ્યાના અરસામાં બન્યો હતો. એક લગ્ન પ્રસંગમાં લગ્ન ગીતો ગવાતા હતા તે વખતે આરીફ અને અશર્રફ મોટર સાયકલાથી નિકળ્યા હતા. જેાથી, અરવિંદ નાથાણી તેમજ પરિવારજનોએ બંનેને ધીમેાથી બાઈક હંકારવા અને બીજા રસ્તેાથી પસાર થવા ઠપકો આપ્યો હતો. જેનું મનદુઃખ રાખીને આ પાંચેય આરોપીઓએ કુહાડી, ધારીયા અને લાકડીઓાથી હુમલો કર્યો હતો. સાલે જાફર દ્વારા ફરિયાદીના ભાઈ ભરતને માથામાં ડાબી બાજુ કુહાડીનો ઊંડો ઘા ઝીંદી દેવાયો હતો. આરીફે અરવિંદને ડાબા હાથના કાંડે ધારીયાનો ઘા ઝીંકયો હતો. ભરતને ભુજની જનરલ હોસ્પીટલમાં ખસેડાયો હતો. અન્ય આરોપીઓ લાકડી સાથે ધસી આવીને ગાળો બોલી હતી.
ઘટના બાદ ટોળુ એકઠુ થઈ ગયુ હતુ અને આરોપીઓના નિવાસ સૃથાન પાસે પાર્ક કરાયેલ ટ્રક, બોલેરો જીપ મોટર સાયકલને આગ ચાંપી હતી. તેમજ તેમની ઘર પાસે કેબીન, નજીકના સર્વિસ સ્ટેશન બહાર પડેલા ટાયર પણ સળગાવ્યા તા. આ બનાવની જાણ થતા જ સૃથાનિક પોલીસ દોડી ગઈ હતી. રેન્જ આઈજી જે.આર. મોથાલીયા, પોલીસ વડા સૌરભ સિંઘ, નાયબ પોલીસ અિધક્ષક યાદવ સહિતના અિધકારીઓ દોડી ગયા હતા. બાદમાં એસઆરપીની કુમક તેમજ આસપાસનો પોલીસ કાફલો બોલાવી ગામમાં બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. પોલીસ દ્વારા રાઉન્ડ ધ કલોક પેટ્રોલીંગ કરાયુ હતુ.
[ad_2]
Source link
Leave a Reply