કોંગ્રેસે કરી માંગ, CBSEની જેમ ધોરણ 10 અને 12ના અભ્યાસક્રમમાં ઘટાડો કરવામાં આવે – congress wrote letter to cm and appeals to reduce syllabus for standard 10 and 12

[ad_1]

હાઈલાઈટ્સ:

  • CBSE દ્વારા અભ્યાસક્રમમાં ઘટાડાની જાહેરાત કરવામાં આવી હતી.
  • કોંગ્રેસે મુખ્યમંત્રીને પત્ર લખીને અભ્યાસક્રમ બાબતે રજૂઆત કરી.
  • કોરોનાને કારણે સૌથી વિપરિત અસર શિક્ષણક્રિયાને થઈ છે.

અમદાવાદ- CBSE બોર્ડ દ્વારા ત્રણ મહિના પહેલા જાહેરાત કરવામાં આવી હતી કે શૈક્ષણિક વર્ષ 2021-22 માટે અભ્યાસક્રમમાં ઘટાડો કરવામાં આવશે. પરંતુ ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ, માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા હજી સુધી ધોરણ દસ અને બારના અભ્યાક્રમમાં ઘટાડા અંગે કોઈ ચોક્કસ જાહેરાત કરવામાં નથી આવી. આ કારણે વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો અવઢવની સ્થિતિમાં મૂકાયા છે. નોંધનીય છે કે જો અભ્યાસક્રમ નક્કી થઈ જાય તો વિદ્યાર્થીઓને તૈયારી કરવાની પણ સમજ પડે.

ઉલ્લેખનીય છે કે વિભાગની આ અનિર્ણાયકતાને કારણે ગુજરાતના લાખો વિદ્યાર્થીઓને પરીક્ષાની તૈયારી કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ધોરણ દસ અને ધોરણ બારની પરીક્ષાને હવે ચાર મહિના જેટલો સમય બાકી છે તેવામાં શિક્ષણ વિભાગ અને બોર્ડ દ્વારા નક્કર નિર્ણય લેવામાં ન આવતો હોવાને કારણે વિદ્યાર્થીઓની કારકિર્દી પણ જોખમમાં મૂકાઈ છે. કોંગ્રેસ દ્વારા પણ માંગ કરવામાં આવી છે કે શિક્ષણકાર્યના કલાકો અને દિવસોની ગણતરીને ધ્યાનમાં રાખીને અભ્યાસક્રમમાં ઘટાડા બાબતે વહેલી તકે નિર્ણય લેવો જોઈએ.

રાજ્ય સરકારે સસ્તા ભાવે આપ્યા પ્લોટ, 30 IAS-IPS અધિકારીઓ વર્ષે કરોડો રૂપિયા ભાડૂં ઉઘરાવે છે
કોંગ્રેસ પાર્ટીના મુખ્ય પ્રવક્તા ડોક્ટર મનિષ દોશીએ મુખ્યમંત્રીને આ બાબતે પત્ર લખીને અપીલ કરી છે. તેમણે લખ્યું છે કે, કોરોના મહામારીમાં સૌથી વધારે અસર શિક્ષણને થઈ છે. 15 મહિના કરતા વધારે સમય સુધી શૈક્ષણિક સંસ્થાનો બંધ રહ્યા હોવાને કારણે વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ લેવાની ફરજ પડી હતી. ઓનલાઈન શિક્ષણનો લાભ તમામ વિદ્યાર્થીઓ નથી લઈ શક્યા. ઉલ્લેખનયી છે કે ઓનલાઈન શિક્ષણની સરખામણીમાં ક્લાસરુમનું શિક્ષણ વધારે અસરકારક હોય છે.

સંસારની મોહમાયા ત્યજી આધ્યાત્મના માર્ગે 8 સમૃદ્ધ પરિવાર, સુરતમાં લેશે દીક્ષા
નોંધનીય છે કે ગુજરાતની શાળાઓમાં લગભગ 200 દિવસ વર્કિંગ ડે હોય છે. વર્ષ 2020-21ની વાત કરીએ તો 140-150 દિવસનું ઓનલાઈન શિક્ષણ થયુ હતું. જેમાં 50 ટકાથી વધારે વિદ્યાર્થીઓ જોડાઈ નહોતા શક્યા. ગ્રામ્ય વિસ્તારમાં તો શિક્ષણની સ્થિતિ વધારે ગંભીર છે. કોંગ્રેસ તરફથી માંગ કરવામાં આવી છે કે પ્રત્યેક વિષયના અભ્યાસક્રમને શૈક્ષણિક દિવસોની સરખામણીમાં જોવામાં આવે તો કુલ અભ્યાસક્રમના 30થી 40 ટકા ઘટાડો કરવો જરુરી છે. આ સિવાય તેમણે અપીલ કરી છે કે ધોરણ નવથી ધોરણ બારમાં પણ ગંભીરતાથી અભ્યાસક્રમ બાબતે નિર્ણય લેવો જોઈએ.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *