[ad_1]
હાઈલાઈટ્સ:
- દેશભરમાં ધીરે ધીરે ઓમિક્રોન વેરિયન્ટના કેસ વધી રહ્યા છે.
- AMC ધ્વારા રસી નહીં તો પ્રવેશ નહીં નિયમ લાગુ કરાયો હતો.
- મોટા ભાગની જગ્યાઓએ રસી વિના પણ મળી રહ્યો છે પ્રવેશ.
અમારા સહયોગી ટાઈમ્સ ઓફ ઈન્ડિયાની ટીમ દ્વારા ઉસમાનપુરા રિવરફ્રન્ટ પાર્ક, ફ્લાવર ગાર્ડન અને લો ગાર્ડનની બુધવારના રોજ મુલાકાત લેવામાં આવી. આ તમામ સ્થળો માટે જાહેરાત કરવામાં આવી હતી કે અહીં રસીનું સર્ટિફિકેટ બતાવ્યા પછી જ પ્રવેશ આપવામાં આવશે. પરંતુ ચોંકાવનારી અને ચિંતાજનક બાબત એ છે કે અહીં પ્રવેશ વખતે કોઈ જ સર્ટિફિકેટ માંગવામાં નથી આવતું. લોકો બિન્ધાસ્ત પ્રવેશ મેળવી રહ્યા હતા.
આટલુ જ નહીં, બાગ-બગીચાઓની સાથે સાથે એએમટીએસ અને બીઆરટીએસ માટે પણ નો વેક્સિન નો એન્ટ્રી નિયમ લાગુ કરવામાં આવ્યો હતો. પરંતુ અહીં પણ કોઈ જ રોકટોક વિના લોકો મુસાફરી કરતા જોવા મળ્યા. જો કે ટાઈમ્સ ઓફ ઈન્ડિયાની ટીમ વસ્ત્રાપુરના એક મોલમાં ગઈ તો ત્યાં દરવાજા પાસે લાંબી કતાર જોવા મળી, જ્યાં સિક્યોરિટી ગાર્ડ લોકોના વેક્સિન સર્ટિફિકેટ ચેક કરી રહ્યા હતા.
નોંધનીય છે કે સપ્ટેમ્બર મહિનામાં એએમસી દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે જેમણે રસીનો ઓછામાં ઓછો એક ડોઝ લીધો હશે તેમના માટે જ વિવિધ મ્યુનિસિપલ સેવાઓ ઉપલબ્ધ હશે. જાહેર બગીચાઓ, સ્વિમિંગ પુલ વગેરે સ્થળોએ પ્રવેશ મેળવવા માટે રસીનું સર્ટિફિકેટ બતાવવું જરુરી રહેશે. એએમટીએસ અને બીઆરટીએસ બસોમાં પણ મુસાફરી કરવા માટે રસી ફરજિયાત હતી.
[ad_2]
Source link