[ad_1]
અમદાવાદ
્કેટલીક
ખાનગી કંપનીઓ ડેન્ટિસ્ટને સાંકળી દર્દીઓના ઘરે હોમ ટ્રીટમેન્ટ અપાવી અને પોતાના
સાધનો ખરીદવાની લોભામણી જાહેરાત કરતી હોવાનુ ડેન્ટલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના ધ્યાને
આવ્યુ છે.જેને લઈને ડેન્ટલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાએ એક પબ્લિક નોટિસ ઈસ્યુ કરીને તમામ
સ્ટેટ કાઉન્સિલને સૂચના આપી છે કે ડેન્ટિસ્ટના કાયદા વિરૃદ્ધ પ્રેક્ટિસ કરતા
ડેન્ટિસ્ટ તેમજ ખાનગી કંપનીઓ સામે કડક પગલા લેવાા આવે.
ડેન્ટલ
કાઉન્સિલ ઓફ ઈન્ડિયાએ પબ્લિક નોટિસ જાહેર કરીને સૂચનાઓ આપી છે કે દાંતની કોઈ પણ
જાતની સારવાર કે દાંતની તપાસ નોંધાયેલા ડેન્ટિસ્ટના ક્લિનિક કે હોસ્પિટલમા જ થવી
જોઈએ. દર્દીના ઘરે જઈને ડેન્ટિસ્ટ કોઈ સારવાર ન આપી શકે. આ ઉપરાંત ક્લિનિક કે
કંપનીની વેબસાઈટ પર નોંધાયેલા ડેન્ટિસ્ટની માહિતી ફરજીયાત હોવી જોઈએ.
તમામ ડેન્ટિસ્ટ બાયોમેડિકલ સ્ટાન્ડર્ડ વેસ્ટ
મેનેજમેન્ટ-સ્ટીરીલાઈઝેશન પ્રોટોકોલનું પાલન કરે અને કોઈ પણ કંપની દર્દીઓ કે
સામાન્ય મામણને દાંતની સારવાર માટે લોભામણી જાહેરાતો આપતુ એગ્રેસિવ એડવર્ટાઈઝમેન્ટ
કેમ્પેઈન ન કરે. ડેન્ટિસ્ટ એક્ટ ૧૯૪૮ અને ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ ૨૦૧૦ની
જોગવાઈઓ-નિયમોનું ભંગ કરતા ડેન્ટિસ્ટ કે
કંપનીઓ પગલા લેવા માટે તમામ સ્ટેટ ડેન્ટલ કાઉન્સિલોને સૂચના અપાઈ છે.
[ad_2]
Source link