[ad_1]
હાઈલાઈટ્સ:
- કોમેડિયન અને અભિનેતા કપિલ શર્માની પત્ની ગિન્નીનો જન્મદિવસ.
- પત્નીના જન્મદિવસની ઉજવણી માટે પૂરી છ કેક લાવ્યો કપિલ શર્મા.
- કપિલ શર્માએ વીડિયો શેર કરીને પત્ની માટે લખ્યો સુંદર મેસેજ.
વીડિયોમાં જોઈ શકા છે કે પત્નીને ખુશ કરવા માટે કપિલ શર્માએ અનોખી તરકીબ અપનાવી છે. કપિલ શર્માએ આ વીડિયોની સાથે એક નાનકડી નોંધ પણ લખી છે. વીડિયોમાં જોઈ શકાય છે કે ગિન્નીના જન્મદિવસની ઉજવણી માટે એક-બે નહીં પણ પૂરા છ કેક મૂકવામાં આવ્યા છે. એક મુખ્ય કેક વચ્ચે મૂકવામાં આવ્યો છે અને તેની આસપાસ પાંચ કેક મૂકવામાં આવ્યા છે. પ્રત્યેક કેક પર ગિન્નીના સ્પેલિંગનો એક એક લેટર લખવામાં આવ્યો છે, જેમ કે G I N N I. આ તમામ કેકને અત્યંત સુંદરતાથી સજાવવામાં આવી છે.
કપિલ શર્માએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં વીડિયો તો શેર કર્યો જ છે, સાથે સાથે પ્રેમપૂર્વક નોટ પણ લખી છે. કપિલ શર્માએ લખ્યું છે કે, હેપ્પી બર્થ ડે માય ફ્રેન્ડ, માય લવ, માય વાઈફ ગિન્ની. કપિલ શર્માએ આ નાનકડી પણ સ્વીટ નોટ લખીને ગિન્નીને શુભકામના પાઠવી છે. કપિલ શર્મા અને ગિન્ની ચતરથે 3 વર્ષ પહેલા 12 ડિસેમ્બર 2018ના રોજ જલંધરમાં લગ્ન કર્યા હતા. કપિલ શર્મા અને ગિન્ની ચતરથ બે બાળકોના માતા-પિતા છે. કપિલ શર્મા અને ગિન્ની 10 ડિસેમ્બર 2019ના રોજ પ્રથમ બાળકના પેરેન્ટ્સ બન્યા હતા. તે સમયે તેમની દીકરી અનાયરાનો જન્મ થયો હતો. આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં ગિન્નીએ દીકરા ત્રિશાનને જન્મ આપ્યો હતો.
[ad_2]
Source link
Leave a Reply