[ad_1]
વડોદરા, તા.19 ડિસેમ્બર,
વડોદરા જિલ્લામાં 260 ગ્રામ પંચાયતોની ચૂંટણી આજે સવારે સાત વાગ્યાથી શાંતિપૂર્ણ માહોલમાં શરૂ થઈ હતી ગ્રામ્ય વિસ્તારના મતદારોએ મતદાન માટે ઠંડીનું પ્રમાણ વધારે હોવા છતાં પણ ખૂબ જ ઉત્સાહ દર્શાવ્યો હતો સૂત્રોના જણાવ્યા મુજબ સવારે 7 થી 9 વાગ્યા સુધી ગ્રામ્ય વિસ્તારોમાં 8 ટકા જેટલું મતદાન નોંધાયું છે.
મતદાન શાંતિથી સંપન્ન થાય તે માટે જિલ્લા પોલીસ દ્વારા ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આગામી સમયમાં ચૂંટણીનો માહોલ વધુ ગરમાશે અને મતદાનની ટકાવારીમાં વધારો થાય તેવી શક્યતા ચૂંટણી અધિકારીઓએ વ્યક્ત કરી છે. ઉલ્લેખનીય છે કે જિલ્લામાં 27 ગ્રામ પંચાયતો સમરસ જાહેર થઇ છે.
[ad_2]
Source link
Leave a Reply