[ad_1]
ભુજ,શુક્રવાર
કચ્છના સંતવાણીના પ્રખ્યાત તબલા વાદક હસિયા ઉસ્તાદનું હદય રોગના હુમલાથી નિાધન થતા ભજનિકોની દુનિયામાં શોક છવાયો છે. ઉસ્તાદે દેશ-વિદેશમાં સંતવાણીના કાર્યક્રમમાં પોતાની કળા રજુ કરી હતી.
૩૮ વર્ષિય મોહમંદ હુસેન ફકીરમામદ ઉર્ફે હસિયા ઉસ્તાદ માંડવી તાલુકાના મોટા રતડીયા ગામના વતની હતા. તેમના પિતા પાસેથી વારસાઈમાં તબલા વાદનની કળા મળી હતી. છેલ્લા ૧૫ વર્ષ દરમિયાન દેશ વિદેશમાં સંતવાણીના કાર્યક્રમોમાં પોતાની કલાના કામણ પાર્થયા હતા. ગુરૃવારે નાના રતડીયા ખાતે યક્ષ દેવ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પ્રસંગે આયોજીત સંતવાણીના કાર્યક્રમમાં ભાગ લીધો હતો. ત્યારબાદ આજે સવારે ૪.૩૦ કલાકે કાર્યક્રમ પુરો થયા બાદ નિવાસ સૃથાને પરત ફર્યા હતા. જયાં છાતીમાં દુઃખાવો ઉપડયા બાદ મોટા ભાઈ સાથે ગાડી ચલાવી માંડવીની ખાનગી હોસ્પીટલમાં પહોંચ્યા હતા. જયાં સારવાર બાદ તબિયત સિૃથત થઈ હતી જો કે, બાદમાં ફરી દુઃખાવો ઉપડયા બાદ હદય રોગનો હુમલો ઘાતક નિવડયો હતો. તેમના નિાધનના સમાચાર વાયુ વેગે ફેલાતા સંતવાણી ક્ષેત્રમાં ગમગીની ફરી વળી છે. સંતવાણી ક્ષેત્રના તમામ નામી અનામી કલાકારોએ શ્રધૃધાજંલિ અર્પિત કરી હતી.
[ad_2]
Source link
Leave a Reply