ઓમકારનાથ હોલ ખાતે ત્રીદિવસીય મેડીકલ કેમ્મનું આયોજન

[ad_1]

ભરૂચ:  નગરપાલિકા તથા સ્પાર્શ ગેસ્ટ્રો કેર એન્ડ જનરલ હોસ્પિટલ તેમજ ભરૂચ સક્રિય પત્રકાર સંઘ ના સંયુક્ત ઉપક્રમે તારીખ 24 /11/2021 થી 26/ 11/2021 સુધી ત્રિદિવસીય” ફ્રી મેડીકલ હેલ્થ ચેક અપ કેમ્પ” નું આયોજન પંડિત ઓમકારનાથ ઠાકુર હોલ ખાતે રાખવામાં આવ્યું છે.

જે કેમ્પમાં ભરૂચ નગરપાલિકાના 700 પદાધિકારીઓ, અધિકારીઓ, તથા કર્મચારીઓનું મેડિકલ ચેકઅપ કરવામાં આવશે, સાથે ભરૂચ સક્રિય પત્રકાર સંઘના તમામ સભ્યો સહિત શહેરના તમામ પત્રકાર મિત્રોનું મેડીકલ ચેકઅપ  કરવામાં આવશે,આજરોજ તારીખ 24/11/2021 ના રોજ પંડિત ઓમકારનાથ ઠાકુર હોલ ખાતે મેડિકલ ચેકઅપ કાર્યક્રમને ઉપસ્થિત નગર પાલિકા પ્રમુખ અમિત ચાવડા,ઉપપ્રમુખ નિનાબા યાદવ,ભાજપ શહેર પ્રમુખ પ્રકાશ પટેલ, ગ્લોબલ ગેસ્ટરોકેર હોસ્પિટલના અંજના ભરુચી, ભરૂચ સક્રિય પત્રકાર સંઘના નિલેશ ટેલર, અનિલ અગ્નિહોત્રી,ફહમી મોતી વાળાએ ખુલ્લો મુક્યો હતો  ત્રણ દિવસ ચાલનારા ફ્રી મેડિકલ હેલ્થ ચેકઅપ કેમ્પનો પત્રકારમિત્રો પણ લાભ લે તેવી અપીલ નગર પાલિકા પ્રમુખ અમિત ચાવડાએ કરી હતી.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *