[ad_1]
હાઈલાઈટ્સ:
- ફોટોગ્રાફર દિપક વઢેરની સુંદર તસવીર વાયરલ થઈ.
- એક જ તસવીરમાં શિકાર અને શિકારી બન્ને કેદ થયા.
- ગિરનાર અભયારણ્યમાં લેવામાં આવી છે આ તસવીર.
આ તસવીર વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફર દીપક વઢેરે પોતાના કેમેરામાં કેદ કરી છે. આ તસવીરમાં એક સિંહણ અને એક સાબર એક સાથે જોવા મળી રહ્યા છે. ટુંકમાં કહીએ તો શિકાર અને શિકારી બન્ને એક તસવીરમાં કેદ થયા છે. આ તસવીર વાયરલ એટલે જ થઈ રહી છે, કારણકે સિંહ અથવા સિંહણ સાબરને તરત જ પોતાનો શિકાર બનાવે છે. આ તસવીરમાં જોઈ શકાય છે કે આગળ સાબર ઉભુ છે અને તેના પગની નીચેથી જોઈ શકાય છે કે સિંહણ આવી રહી છે.
કેમેરા તરફ જોઈ રહેલા સાબરને કદાચ ખબર નહીં હોય કે પાછળ એક સિંહણ દબાતા પગે પોતાના બે સિંહબાણ સાથે આગળ આવી રહી છે. ફોટોગ્રાફર દ્વારા પ્રાપ્ત જાણકારી અનુસાર, જોખમનો અંદેશો આવતા સાબર ત્યાંથી ભાગીને જંગલમાં છુપાઈ ગયું. ચોક્કસપણે સિંહણને શિકાર ગુમાવવાનું દુખ થયું હશે, પરંતુ સાબરે ચતુરાઈથી પોતાનો જીવ બચાવી લીધો.
ફોટોગ્રાફર દીપકની આ તસવીરને લોકો મોટા પ્રમાણમાં શેર કરી રહ્યા છે. લોકો આ ફ્રેમના અને ટાઈમિંગના વખાણ કરી રહ્યા છે. ફોટોગ્રાફર દીપક વઢેર ગુજરાતના વાઈલ્ડલાઈફ ફોટોગ્રાફર છે અને તેઓ પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર વન્યજીવોની આ પ્રકારની સુંદર તસવીરો શેર કરતા રહે છે. આ તસવીરોમાં મોટા પ્રમાણમાં ગીરના સિંહ અને સિંહણોની તસવીરો હોય છે.
[ad_2]
Source link
Leave a Reply