[ad_1]
અમદાવાદ,બુધવાર,24 નવેમ્બર,2021
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ટેક્ષ વિભાગમાં કેટલી હદે
બેદરકારી ચાલે છે એનું વધુ એક ઉદાહરણ સામે આવવા પામ્યુ છે.ઉત્તર-પશ્ચિમ ઝોનના સોલા
સાયન્સ સીટી વિસ્તારમાં ડોર ટુ ડોર ટેક્ષ બીલો પહોંચાડવાના બદલે સિકયુરીટી ગાર્ડની
કેબીનમાં વોર્ડ ઈન્સપેકટર બીલો મુકી જતા રહેતા હોવાની ઘટનાની શાહી હજુ સુકાઈ
નથી.ત્યાં ઉત્તરઝોનમાં ટેક્ષના વોર્ડ ઈન્સપેકટર દ્વારા શાળા શરુ થતા પહેલા જ
આકારણી કરી દેવામાં આવી હોવાની ઘટના પ્રકાશમાં આવવા પામી છે.
આ અંગે આધારભૂત સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ,ઉત્તરઝોનના એક
વોર્ડ ઈન્સપેકટર દ્વારા લોકડાઉનના સમયમાં બંધ અને નોનયુઝ ખાલી મિલ્કતમાં જયાં
આવનાર દિવસોમાં સ્કૂલ શરુ થવાની હોવાથી પ્રવેશ મેળવવાના બોર્ડના આધારે શાળા શરુ
થયા પહેલા જ તેની આકારાણી કરી નાંખી છે.હવે આ વોર્ડ ઈન્સપેકટર અને અન્ય એક અધિકારી
ફાઈલનો નિકાલ કરવામાં એકબીજાને ખો આપી રહ્યા છે.વોર્ડ ઈન્સપેકટર એમ કહે છે કે,સ્કૂલ ચાલી રહી
હતી એટલે સાહેબ સુધારો કરવાની ના પાડે છે.તો બીજી તરફ અધિકારી વોર્ડ ઈન્સપેકટરને
આગળ કરી ફાઈલમાં સુધારો કરવાની ના પાડી રહ્યા છે.આ બંનેના ઉપરી અધિકારીઓ વોર્ડ
ઈન્સપેકટર કે અન્ય અધિકારી રાજકીય પહોંચ ધરાવતા હોવાની હીંમત કરી શકતા ના હોવાની
વિગતો બહાર આવવા પામી છે.
કોરોના મહામારીના સમયમાં શાળાઓ બંધ હતી હજુ બે દિવસ પહેલા જ
ઓફલાઈન વર્ગો શરુ કરવામાં આવ્યા છે.આમ છતાં વર્ષ-૨૦૧૯-૨૦ અને વર્ષ-૨૦૨૦-૨૧ના
અરસામાં એક બંધ મિલ્કતની સ્કૂલ તરીકે ચાલતી
જુની આકારાણી રીવાઈઝ કરવાની ઘટના પ્રકાશમાં આવવા પામી છે.
[ad_2]
Source link
Leave a Reply