ઈ-કોમર્સ અને જીએસટી મુદ્દે જાન્યુઆરીમાં સીએઆઇટીનું રાષ્ટ્રીય વેપારી સંમેલન તથા અભિયાન

[ad_1]

સુરત, તા. 27 ડિસેમ્બર, સોમવાર

ઈ-કોમર્સ તથા જીએસટી પ્રશ્ને કેન્દ્ર અને રાજ્ય સરકારથી વેપારીઓ નારાજ છે. કોન્ફેડરેશન ઑફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સે સળગતા મુદ્દાઓ તથા અન્ય પ્રશ્નો બાબતે એક રાષ્ટ્રવ્યાપી ઝુબેશ શરૂ કરવાની જાહેરાત કરી છે. તે અંતર્ગત તા. 11 અને 12 મીના રોજ કાનપુરમાં એક રાષ્ટ્રીય વેપારી સંમેલન યોજવામાં આવ્યું છે.

ઈ-કોમર્સ કંપનીઓ દ્વારા સતત મનસ્વીતા અને નિયમો અને કાયદાઓનું ઉલ્લંધન તથા જીએસટીની દિનપ્રતિદિન વધતી જતી જટિલતાએ દેશના વેપારી સમુદાયને બરબાદીના આરે લાવી દીધો છે. વારંવાર આ મુદ્દાઓ સરકાર સમક્ષ ઉઠાવીને વેપારીઓનો અવાજ બુલંદ કરવામાં આવ્યો છે, એમ સીએટીઆઇના રાષ્ટ્રીય મહામંત્રી પ્રવીણ ખંડેલવાલ કહ્યું હતું.

આ પરિસ્થિતિને વધુ સહન કરવાની ઘોષણા સાથે કોન્ફડરેશન ઑફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ આ સળગતા મુદ્દાઓ અને અન્ય વ્યવસાયીક મુદ્દા ઉપર રાષ્ટ્રવ્યાપી સંઘર્ષ ઝુંબેશ શરૂ કરવાની જાહેરાત કરી છે અને તે અંતર્ગત આગામી જાન્યુઆરીમાં તા. 11 અને 12ના રોજ ઉત્તરપ્રદેશની ઔદ્યોગિક રાજધાની કાનપુરમાં તમામ રાજયોના અગ્રણીઓ વેપારીઓની રાષ્ટ્રીય પરિષદ બોલાવી છે.

કાનપુરમાં યોજાનારી રાષ્ટ્રીય વેપાર પરિષદમાં દેશના વેપારી અગ્રણીઓ વ્યાપક રણનીતિ નક્કી કરશે. દેશભરના બજારોમાં વિરોધ પ્રદર્શન, સરઘસ મશાલ સરઘસ, ધરણાં, સાંસદો અને ધારાસભ્યોને ઘેરાવ પ્રદર્શન, રાજ્ય સ્તરીય વેપાર બંધ અને ભારત વેપાર બંધની યોજના સહિત અન્ય વિરોધ કાર્યક્રમોને આખરી ઓપ આપવામાં આવશે.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *