[ad_1]
અમદાવાદ,
કેન્દ્ર
સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ૨૦૨૧નો અટલ ઈનોવેશન રેન્કિંગ રિપોર્ટ જાહેર કરવામા
આવ્યો છે.જે મુજબ આ વર્ષે ટેકનિકલ કેટેગરીમાં સરકારી યુનિ.ઓમાં જીટીયુ અને ગુજરાત
યુનિવર્સિટી ટોપ-૧૦માં આવી છે. જેમાં જીટીયુએ ૭મો રેન્ક મેળવ્યો છે અને ગુજરાત
યુનિ.એ ૯મો રેન્ક મેળવ્યો છે.જ્યારે આ વર્ષે નવી ઉમેરાયેલી નોન ટેકનિકલ કેટેગરીમાં
ગુજરાતની ગાંધીનગર સ્થિત ઈડીઆઈઆઈ દેશમાં પ્રથમ આવી છે.
મિનિસ્ટ્રી
ઓફ એજ્યુકેશન દ્વારા એઆઈસીટીઈના માધ્યમથી
૨૦૧૯માં અટલ રેન્કિંગ ઓફ ઈન્સ્ટિટયુશન્સ ઓન ઈનોવેશન અચીવમેન્ટસની શરૃઆત
કરવામા આવી હતી.૨૦૧૯માં જાહેર થયેલ પ્રથમ રેન્કિંગ રિપોર્ટ મુજબ દેશમાંથી ૪૯૬
સંસ્થાઓએ ભાગ લીધો હતો અને ત્યારબાદ ૨૦૨૦માં જાહેર થયેલ બીજા રિપોર્ટ એટલે કે
રેન્કિંગની બીજી એડિશનમાં ૬૭૪ સંસ્થાઓ
જોડાઈ હતી. આ વર્ષે ૨૦૨૧માં જાહેર થયેલા રેન્કિંગ રિપોર્ટ મુજબ દેશમાંથી ૩૫૫૧ ઉચ્ચ
શિક્ષણ સંસ્થાઓએ રેન્કિંગ પ્રક્રિયામાં જોડાઈ હતી.જેમાંથી એનઆઈટી,આઈઆઈટી,
આઈઆઈએસસી સહિતની ૧૪૩૮ જેટલી સંસ્થાઓ છે.આ વર્ષે પ્રથમવાર ઈનોવેશન
રેન્કિંગમાં નોન ટેકનિકલ કેટેગરી પણ ઉમેરાઈ છે.આ વર્ષના રેન્કિંગ રિપોર્ટ-૨૦૨૧
મુજબ ટેકનિકલ કેટેગરીમાં જુદી જુદી પાંચ પેટા કેટેગરીમાં સેન્ટ્રલ ફંડેડ સંસ્થા-યુનિ.અથવા નેશનલ
ઈમ્પોર્ટન્સ ધરાવતી સંસ્થાઓમાં ગુજરાતની એક પણ સંસ્થા રેન્કિંગમાં નથી.
જ્યારે સરકારી સ્ટેટ યુનિ.-ડિમ્ડ
યુનિવર્સિટીઓમાં પ્રથમવારમાં જ જીટીયુએ
દેશના ટોપ ૧૦માં ૭મા ક્રમે આવી છે.આ ઉપરાંત ગુજરાત યુનિ. દેશના ટોપ ૧૦માં ૯માં
ક્રમે આવી છે. સરકારી ટેકનિકલ કોલેજોની કેટેગરીમાં એલ.ડી ઈજનેરી કોલેજ દેશના
ટોપ-૫ાંચમાં ત્રીજા રેન્ક પર આવી છે.આ ઉપરાંત
પ્રાઈવેટ ટેકનિકલ યુનિ.-ડિમ્ડ યુનિ.ની કેેટેગરીમાં પીડીપીયુ
દેશના ટોપ -૧૦માં પાંચમાં રેન્ક પર આવી છે. જ્યારે પ્રાઈવેટ ટેકનિકલ
કોલેજોની કેટેગરીમાં ગુજરાતની એક પણ કોલેજ રેન્કિંગમાં નથી.આ વખતના પ્રથમ નોન
ટેકનિકલ રેન્કિંગમાં સેન્ટ્રલ યુનિ-નેશનલ ઈમ્પોર્ટન્સ -સેન્ટ્રલ ફંડેડ
સંસ્થાઓમાં ગુજરાતની એક પણ નથી અને જનરલમાં ગુજરાતની ઈડીઆઈઆઈ દેશમાં પ્રથમ આવી છે.
આંત્રપ્રિન્યરોશિપ ડેવલપમેન્ટ ઈન્સ્ટિટયુટ ઓફ ઈન્ડિયાએ ટોપ-૫માં પ્રથમ રેન્ક
મેળવ્યો છે.મહત્વનું છે કે ગુજરાત યુનિવર્સિટી ૩૦૦થી વધુ સ્ટાર્ટઅપ-જીયુસેકને લીધે
નોન ટેકનિકલ કેટેગરીમાં રેન્કિંગમાં સ્થાન પામી છે.
[ad_2]
Source link